રાષ્ટ્રપતિ ભવનના ઍટ-હોમ રિસેપ્શનમાં કાર્તિક આર્યનને સ્પેશ્યલ આમંત્રણ

17 August, 2026 09:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાર્તિક આર્યને ‘ચંદુ ચૅમ્પિયન’માં મુરલીકાંત પેટકરની ભૂમિકા માટે બેસ્ટ ઍક્ટરનો નૅશનલ અવૉર્ડ જીત્યા બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આમંત્રણથી રાષ્ટ્રપતિ ભવનના ‘ઍટ-હોમ’ રિસેપ્શનમાં હાજરી આપી હતી.

કાર્તિક આર્યન

કાર્તિક આર્યને શનિવારે નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આયોજિત ‘ઍટ-હોમ’ રિસેપ્શનમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમની શરૂઆત ‘વંદે માતરમ્’ અને રાષ્ટ્રગાનના ગાન સાથે થઈ હતી. આ પરંપરાગત કાર્યક્રમમાં અલગ-અલગ ક્ષેત્રોની જાણીતી હસ્તીઓ સામેલ થાય છે. એમાં રાજનેતાઓ, સેનાના સભ્યો, ખેલાડીઓ, કલાકારો અને વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવનારા લોકોનો સમાવેશ થાય છે અને આ વખતે એમાં કાર્તિક આર્યનને રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત આ ખાસ રિસેપ્શન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. કાર્તિકને આ આમંત્રણ ‘ચંદુ ચૅમ્પિયન’માં પૅરાલિમ્પિક્સ ગોલ્ડ મેડલ વિજેતા મુરલીકાંત પેટકરની ભૂમિકા ભજવીને ‘બેસ્ટ ઍક્ટર’નો નૅશનલ અવૉર્ડ જીતવા બદલ મળ્યું હતું.

kartik aaryan droupadi murmu national award entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood