08 April, 2026 10:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાર્તિક આર્યને ખરીદી ૧.૪ કરોડ રૂપિયાની મર્સિડીઝ-બેન્ઝ V-ક્લાસ
કાર્તિક આર્યને પોતાના અભિનયના આધારે બૉલીવુડમાં પોતાની અલગ ઓળખ બનાવી છે અને તે ખૂબ જ લક્ઝરી જીવન જીવે છે. કાર્તિક આર્યને તાજેતરમાં મર્સિડીઝ-બેન્ઝ V-ક્લાસ જેવી લક્ઝરી કાર ખરીદી છે. આ નવી કારની કિંમત અંદાજે ૧.૪ કરોડ રૂપિયા છે. આ ખરીદી સાથે કાર્તિકનું કાર-કલેક્શન વધારે રસપ્રદ બની ગયું છે. મર્સિડીઝ-બેન્ઝ V-ક્લાસ ભારતમાં સેલિબ્રિટીઝ વચ્ચે ખૂબ લોકપ્રિય બની ગઈ છે. આ લક્ઝરી મલ્ટિપર્પઝ વ્હીકલને કાર્તિક આર્યન ઉપરાંત શાહરુખ ખાન અને અજય દેવગન જેવા મોટા સ્ટાર્સે પણ પસંદ કરી છે. ભારતમાં આ કારની કિંમત સામાન્ય રીતે વેરિયન્ટ અને ફીચર્સ પ્રમાણે લગભગ ૧.૪થી ૧.૭ કરોડ રૂપિયા સુધી હોય છે.