18 November, 2025 11:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હિમેશ રેશમિયા કૉન્સર્ટમાં કાર્તિક આર્યન સાથે
રવિવારે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) ગ્રાઉન્ડમાં સિંગર હિમેશ રેશમિયાની કૉન્સર્ટ હતી. આ કૉન્સર્ટમાં હિમેશ રેશમિયા સાથે કાર્તિક આર્યને પણ સ્ટેજ પર હાજરી આપી હતી. આ બન્નેની જોડીએ સ્ટેજ પર ધમાલ-મસ્તી કરીને લોકોને ખુશ કરી દીધા હતા. કાર્તિકે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં એક વિડિયો શૅર કર્યો હતો જેમાં હિમેશ પોતાને જ મજાકમાં ટ્રોલ કરતો જોવા મળે છે.
હિમેશ આ ક્લિપમાં કાર્તિકને પૂછે છે, ‘રેગ્યુલર ગાઉં કે નાકથી?’ એ સાંભળતાં જ ભીડમાંથી જોરદાર અવાજ આવે છે... નાકથી. હિમેશ એ પછી કાર્તિકની ફિલ્મના ટાઇટલ સૉન્ગ ‘તૂ મેરી મૈં તેરા, મૈં તેરા તૂ મેરી’ને પોતાની ખાસ સ્ટાઇલમાં ગાવા માંડે છે અને ફૅન્સને મજા પડી જાય છે.
હિમેશ રેશમિયાની કૉન્સર્ટમાં હુમા કુરેશીનો ખુલ્લેઆમ રોમૅન્સ
હુમા કુરેશી હાલમાં ઍક્ટિંગ-કોચ રચિત સિંહને ડેટ કરી રહી છે. હુમા અને રચિતે રવિવારે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) ગ્રાઉન્ડમાં યોજાયેલી સિંગર હિમેશ રેશમિયાની કૉન્સર્ટમાં હાજરી આપી હતી. આ કૉન્સર્ટમાં હુમા અને રચિત ખુલ્લેઆમ રોમૅન્સ કરતાં કૅમેરામાં ક્લિક થયાં હતાં. આ સમયે રચિત પ્રેમથી હુમાને કિસ કરતો જોવા મળે છે અને હવે તેમનો આ વિડિયો ચર્ચાનું કારણ બન્યો છે. હુમા અને રચિત સિંહના રિલેશનશિપની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે. થોડા સમય પહેલાં તેમની સગાઈના રિપોર્ટ હતા, પણ આ મામલે બન્ને તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નહોતી.