01 August, 2026 05:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાર્તિક આર્યનની શ્રીલીલા સાથેની રોમૅન્ટિક ફિલ્મનું શૂટિંગ પૂર્ણ
ડિરેક્ટર અનુરાગ બાસુની આગામી રોમૅન્ટિક ફિલ્મમાં કાર્તિક આર્યન અને શ્રીલીલાની જોડી જોવા મળશે. અત્યાર સુધી ફિલ્મના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પણ હવે ફિલ્મના નિર્માતા ભૂષણ કુમારે અપડેટ આપતાં જણાવ્યું છે કે આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને હવે એની રિલીઝ-તારીખ નક્કી કરવામાં આવી રહી છે.
ફિલ્મના નામની વાત કરીએ તો શરૂઆતમાં એને ‘આશિકી 3’ તરીકે ઓળખાવવામાં આવી રહી હતી. જોકે પછી પ્રોડ્યુસર ભૂષણ કુમાર અને મુકેશ ભટ્ટ વચ્ચે ફિલ્મના ટાઇટલને લઈને કાનૂની વિવાદ સર્જાયો હતો, જે કોર્ટ સુધી પહોંચ્યો હતો. આ કેસમાં મુકેશ ભટ્ટના પક્ષમાં નિર્ણય આવ્યો હતો અને ત્યાર બાદ ફિલ્મમાંથી ‘આશિકી 3’નું ટાઇટલ હટાવી દેવામાં આવ્યું હતું. હાલમાં પણ ફિલ્મના નવા નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.