01 April, 2025 01:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાર્તિક આર્યન
કાર્તિક આર્યન હાલમાં ડિરેક્ટર અનુરાગ બાસુની ફિલ્મ માટે ઍક્ટ્રેસ શ્રીલીલા સાથે નૉર્થ-ઈસ્ટ ભારતમાં શૂટિંગ કરી રહ્યો છે. હાલમાં તેણે સિલિગુડી ખાતે ફિલ્મનું શૂટિંગ-શેડ્યુલ આટોપ્યું છે અને તે ગૅન્ગટોકમાં શૂટિંગ કરી રહ્યો છે. તાજેતરમાં કાર્તિક જ્યારે ગૅન્ગટોકના લોકેશન પર શૂટિંગ કરી રહ્યો હતો. તે પોતાની કાર તરફ વધી રહ્યો હતો ત્યારે તેની આસપાસ ફૅન્સનું મોટું ટોળું જમા થઈ ગયું હતું. એ સમયે પરિસ્થિતિ કાબૂ બહાર જવાની તૈયારીમાં હતી અને કાર્તિક માંડ-માંડ ચાહકોના ટોળા વચ્ચેથી પસાર થઈ શક્યો હતો.