‘શહઝાદા’નું શૂટિંગ શરૂ કર્યું કાર્તિક અને ક્રિતીએ

14 October, 2021 04:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘અમે બધા તેમના વિઝનને દર્શકો માટે મોટી સ્ક્રીન પર આવતા વર્ષે થિયેટર પર દેખાડવા માટે એક્સાઇટેડ છીએ. અલ્લુ સર અને ભૂષણજી સાથે ભાગીદારી માટે ખુશ છું.’

‘શહઝાદા’નું શૂટિંગ શરૂ કર્યું કાર્તિક અને ક્રિતીએ

કાર્તિક આર્યન અને ક્રિતી સૅનને ‘શહઝાદા’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. રોહિત ધવનના ડિરેક્શનમાં બનનારી આ ફિલ્મમાં પરેશ રાવલ, મનીષા કોઇરાલા, રૉનિત રૉય અને સચિન ખેડેકર પણ જોવા મળશે. ભૂષણ કુમાર, અલ્લુ અરવિંદ અને અમન ગિલે આ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. પ્રીતમ ફિલ્મનું મ્યુઝિક આપશે. ફિલ્મને ૨૦૨૨ની ૪ નવેમ્બરે રિલીઝ કરવામાં આવશે. ફિલ્મને મુંબઈ અને દિલ્હીમાં શૂટ કરવામાં આવશે. કાર્તિક અને ક્રિતીએ ‘લુકા છુપી’માં પણ જોડી જમાવી હતી. ફિલ્મ પ્રતિ પોતાની ખુશી વ્યક્ત કરતાં ભૂષણ કુમારે કહ્યું હતું કે ‘હું રોહિત ધવન, અલ્લુ અરવિંદ અને અમન ગિલ સાથે કામ કરવા માટે ઉત્સાહિત છું. ‘શહઝાદા’ માટે કાર્તિક, ક્રિતી, પ્રીતમ અને અન્ય ટીમ જે જાદુ જમાવવાની છે એને લઈને હું આતુર છું.’
રોહિત ધવને કહ્યું હતું કે ‘અમે બધા તેમના વિઝનને દર્શકો માટે મોટી સ્ક્રીન પર આવતા વર્ષે થિયેટર પર દેખાડવા માટે એક્સાઇટેડ છીએ. અલ્લુ સર અને ભૂષણજી સાથે ભાગીદારી માટે ખુશ છું.’

bollywood news bollywood bollywood gossips kartik aaryan kriti sanon entertainment news