બિઝી અમિતાભ બચ્ચનને કારમાં લંચ કરવું પડ્યું

26 April, 2024 06:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજે રાતે નવ વાગ્યાથી આ શોનું રજિસ્ટ્રેશન શરૂ થવાનું છે.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચનનો ‘કૌન બનેગા કરોડપતિ 16’ શો ટૂંક સમયમાં શરૂ થવાનો છે. એના શૂટિંગમાં તેઓ એટલા વ્યસ્ત હતા કે તેમને કારમાં લંચ કરવું પડ્યું હતું. આજે રાતે નવ વાગ્યાથી આ શોનું રજિસ્ટ્રેશન શરૂ થવાનું છે. કારમાંથી ઊતરવાનો ફોટો બ્લૉગ પર શૅર કરીને અમિતાભ બચ્ચને લખ્યું કે ‘​નિકલે થે કામ પે અપની ગાડી સે, રૂપ-સ્વરૂપ હુઆ લોગોં કી ઝિમ્મેદારી સે. ખેલ હોને જા રહા હૈ નયે સીઝન કા, સ્નેહ પ્યાર બના રહે પરિવાર કા. સવારે ૯ વાગ્યાથી પાંચ વાગ્યા સુધી નૉનસ્ટૉપ શૂટિંગ ચાલુ રહ્યું હતું અને કોઈ બ્રેક પણ નહોતો મળ્યો. એથી મારે કારમાં જ લંચ કરવું પડ્યું હતું.’

kaun banega crorepati amitabh bachchan entertainment news bollywood buzz bollywood news social media