21 November, 2025 10:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિવેક ઑબેરૉય
શાહરુખ ખાનની ગણતરી બૉલીવુડના ટોચના સ્ટાર તરીકે થાય છે. શાહરુખની વય ૬૦ વર્ષની થઈ હોવા છતાં આજે પણ તેની બોલબાલા છે. જોકે હાલમાં વિવેક ઑબેરૉયે એક ચોંકાવનારું નિવેદન આપતાં કહ્યું હતું કે કદાચ આવતા દાયકાઓમાં દુનિયા શાહરુખને ભૂલી જઈ શકે છે.
પોતાના એક ઇન્ટરવ્યુમાં વિવેકે લોકોની માનસિકતા વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘એક સમય પછી કોઈ પણ વ્યક્તિ માત્ર ઇતિહાસની એક ‘ફુટનોટ’ બનીને રહી જાય છે. રાજ કપૂર જેવા લોકો સિનેમાપ્રેમીઓ માટે ભગવાન સમાન છે, પરંતુ આજની પેઢી કદાચ તેમના વિશે જાણતી નથી. આજે તમે કોઈને પણ પૂછો કે ૧૯૬૦ના દાયકામાં કઈ ફિલ્મમાં કોણે કામ કર્યું હતું તો ભાગ્યે જ કોઈને એની ખબર હશે. આ વાતથી કોઈને કશો ફરક નથી પડતો. તમે ઇતિહાસમાં સીમિત થઈ જશો. કદાચ ૨૦૫૦માં લોકો સવાલ કરશે કે કોણ શાહરુખ ખાન? ઇતિહાસ ઘણી વાર લોકોને ગુમનામીમાં ધકેલી દે છે.’