હવે આવશે બાબા ખાટુ શ્યામ પર ફિલ્મ

08 September, 2026 11:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘હારે કા સહારા બાબા ખાટુ શ્યામ હમારા’ નામની નવી ભક્તિફિલ્મની જાહેરાત થઈ છે. સત્યકથા પર આધારિત આ ફિલ્મમાં ખાટુ શ્યામજીના જીવન અને ભક્તો સાથેના આધ્યાત્મિક જોડાણની કહાણી જોવા મળશે.

બાબા ખાટુ શ્યામ ફિલ્મ

બૉક્સ-ઑફિસ પર હાલમાં ‘હનુમાન અંશ’નો દબદબો જોવા મળી રહ્યો છે. આ ફિલ્મની સફળતાને જોતાં વધુ એક ભક્તિફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. હવે બાબા ખાટુ શ્યામ પરની ફિલ્મ રિલીઝ કરવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે. 
‘હારે કા સહારા બાબા ખાટૂ શ્યામ હમારા’ નામની આ ફિલ્મ સત્યકથા પર આધારિત હશે, જેમાં શ્રી ખાટુ શ્યામજીની કહાણી જોવા મળશે. લોકો તેમને પ્રેમથી શ્યામ બાબા પણ કહે છે અને તેમના કરોડો અનુયાયીઓ છે. આ ફિલ્મમાં બતાવવામાં આવશે કે કેવી રીતે ખાટુ શ્યામજીના આશીર્વાદ અસંખ્ય ભક્તોને માર્ગદર્શન અને પ્રેરણા આપે છે. આ ફિલ્મ દ્વારા તેમના જીવન અને ભક્તો સાથેના તેમના આધ્યાત્મિક જોડાણની કથા દર્શાવવામાં આવશે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ કરવાનું પ્લાનિંગ છે.

indian films indian cinema upcoming movie entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood