05 June, 2025 07:02 AM IST | London | Gujarati Mid-day Correspondent
બૉયફ્રેન્ડ વેદાંગનો બર્થ-ડે ઊજવવા ખુશી કપૂર પણ લંડન પહોંચી હતી
સોમવારે વેદાંગ રૈનાની પચીસમી વર્ષગાંઠ હતી અને તેણે મિત્રો સાથે લંડનમાં ધમાકેદાર પાર્ટી કરીને આ દિવસની ઉજવણી કરી હતી. હવે આ સેલિબ્રેશનની તસવીરો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે અને આ તસવીર જોઈને ખ્યાલ આવે છે કે બૉયફ્રેન્ડ વેદાંગનો બર્થ-ડે ઊજવવા ખુશી કપૂર પણ લંડન પહોંચી હતી. આ તસવીરને કારણે તેમની રિલેશનશિપ ફરીથી ચર્ચામાં આવી છે.
વેદાંગની બર્થ-ડે પાર્ટીની જે તસવીરો વાઇરલ થઈ છે એમાંની એક તસવીરમાં વેદાંગ અને ખુશી બન્નેએ કાળાં કપડાંમાં ટ્વિનિંગ કરવાનું પસંદ કર્યું છે. આ તસવીરમાં વેદાંગ ઝૂકીને પોતાના જન્મદિવસની કેક કાપતો જોવા મળે છે જ્યારે ખુશી તેની પાછળ ઊભી રહીને પ્રેમભરી નજરે તેને જોતી અને તાળીઓ પાડતી દેખાય છે. આ પાર્ટીમાં અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપ પણ હાજર હતી.
ખુશી અને વેદાંગે સૌથી પહેલાં ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધી આર્ચીઝ’માં સાથે કામ કર્યું હતું અને ત્યારથી તેમના સંબંધો અને ડેટિંગની અફવાઓ સતત ચર્ચામાં રહે છે. જોકે બન્નેએ આ અફવાઓ વિશે ક્યારેય કોઈ સ્પષ્ટતા નથી કરી.