વેદાંગ રૈના સાથે બ્રેકઅપ થયા પછી ખુશી કપૂર હવે ફરી બાળપણના મિત્ર આકાશ મહેતા સાથે રિલેશનશિપમાં?

03 September, 2026 01:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ખુશી કપૂર બાળપણના પ્રેમી આકાશ મહેતા સાથે રિલેશનશિપમાં હોવાના અહેવાલ છે. વેદાંગ રૈના સાથેના બે વર્ષના સંબંધ બાદ બ્રેકઅપ થતાં હવે ખુશી આકાશ સાથે ખુશ હોવાનું કહેવાય છે.

ખુશી કપૂર અને આકાશ મહેતા

શ્રીદેવી અને બોની કપૂરની નાની દીકરી ખુશી કપૂર પોતાના બાળપણના પ્રેમી આકાશ મહેતા સાથે રિલેશનશિપમાં હોવાના રિપોર્ટ છે. ખુશીની બૉલીવુડમાં એન્ટ્રી થઈ એ પહેલાં તે અને આકાશ એકબીજાને ડેટ કરતાં હોવાનું કહેવાય છે. જોકે પછી ખુશીના જીવનમાં ‘ધી આર્ચીઝ’ના કો-સ્ટાર વેદાંગ રૈનાની એન્ટ્રી થઈ હતી. મળતી માહિતી પ્રમાણે ખુશી અને વેદાંગ લગભગ બે વર્ષ સુધી રિલેશનશિપમાં હતાં અને આ વર્ષની શરૂઆતમાં બન્નેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો. 
આ બ્રેકઅપ વિશે વાત કરતાં ખુશીની નજીકની એક વ્યક્તિએ માહિતી આપી હતી કે ‘આ બ્રેકઅપ ખુશી માટે મુશ્કેલ રહ્યું હતું અને તેને એમાંથી બહાર આવવા તથા આગળ વધવા માટે થોડો સમય લાગ્યો હતો. જોકે હવે તે આકાશ સાથે ખુશ છે અને કોઈ અન્ય ઍક્ટરને ડેટ કરવા માગતી નથી.’

khushi kapoor vedang raina janhvi kapoor sridevi boney kapoor entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood