✕

કિઆરા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા બનવાનાં છે બીજી વખત મમ્મી-પપ્પા

08 October, 2026 03:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘બ્લેસ્ડ વન્સ અગેઇન’ કહીને આ સ્ટાર કપલે ફૅન્સ સાથે શૅર કર્યા ગુડ ન્યુઝ

કિઆરા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા

કિઆરા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા બીજી વખત મમ્મી-પપ્પા બનવાનાં છે. કિઆરાએ સોશ્યલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરીને બીજા સંતાનના આગમનની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે આ ખુશીની જાહેરાત કરતી વખતે તેમની દીકરી સરાયાહની હાજરી પણ જોવા મળી રહી છે. કિઆરાએ જે અંદાજમાં આ સમાચાર ચાહકો સાથે શૅર કર્યા એણે સૌનું ધ્યાન ખેંચ્યું છે. 
કિઆરાએ પોસ્ટ કરેલી તસવીરમાં કિઆરા, સિદ્ધાર્થ અને તેમની દીકરી સરાયાહના હાથ જોવા મળે છે. ત્રણેએ નાનકડા બાળક માટે બનેલાં ઊનનાં જૂતાં હાથમાં પકડી રાખ્યાં છે. આ તસવીરની સાથે કિઆરાએ પોતાના દિલની વાત લખતાં જણાવ્યું હતું કે ‘બ્લેસ્ડ વન્સ અગેઇન વિથ ધ ગ્રેટેસ્ટ ગિફ્ટ ઑફ ઑલ, અમારાં હૃદય પ્રેમ અને કૃતજ્ઞતાથી છલકાઈ રહ્યાં છે.’

કિઆરા અને સિદ્ધાર્થ ૨૦૨૫ની ૧૬ જુલાઈએ દીકરી સરાયાહના પેરન્ટ્સ બન્યાં હતાં. મમ્મી બન્યા બાદ કિઆરાએ થોડો સમય પરિવારને આપ્યા પછી ફરી પોતાના કામની દુનિયામાં કમ-બૅક કર્યું હતું અને આ વર્ષે તે યશ સાથે ફિલ્મ ‘ટૉક્સિક’માં જોવા મળી હતી.

kiara advani sidharth malhotra baby bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news