22 October, 2025 08:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મમ્મી-પપ્પા બન્યા પછી કિઆરા અડવાણીએ શૅર કર્યો પહેલો વિડિયો
કિઆરા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા જુલાઈમાં પહેલી વખત મમ્મી-પપ્પા બન્યાં છે અને મમ્મી બન્યા પછી કિઆરાએ પહેલો વિડિયો શૅર કર્યો છે. આ વિડિયોમાં કિઆરા અને સિદ્ધાર્થે પીળા રંગના ડ્રેસમાં ટ્વિનિંગ કરીને ફૅન્સને દિવાળીની શુભેચ્છા આપી. કિઆરાએ સોશ્યલ મીડિયા પર જૉઇન્ટ પોસ્ટ શૅર કરીને લખ્યું, ‘હૅપી દિવાલી. લવ, લાઇટ ઍન્ડ સનશાઇન.’