પોતાની માનો છેલ્લો ફોન ન ઉપાડી શક્યો કીકૂ શારદા, પેરેન્ટ્સને યાદ કરી થયો ભાવુક

15 September, 2025 08:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રેસલર સંગીતા ફોગાટના સસરાના નિધનના સમાચારથી બધા દંગ રહી ગયા. આ દરમિયાન કૉમેડિયન કીકૂ શારદાની (Kiku Sharda) પણ આંખો પોતાના દિવંગત માતા-પિતાને યાદ કરીને ભરાઈ આવી ગઈ.

કીકૂ શારદા

અશનીર ગ્રોવરનો (Ashneer Grover) રિયાલિટી શો `રાઈઝ એન્ડ ફૉલ` આવતા જ છવાઈ ગયો છે. શોમાં કોન્ટેસ્ટન્ટ્સનો જોશ અને મસ્તી ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. પણ તાજેતરમાં જ શો માટે એક એપિસોડે એકાએક મસ્તીભર્યા માહોલમાં ફેરવી દીધો. રેસલર સંગીતા ફોગાટના સસરાના નિધનના સમાચારથી બધા દંગ રહી ગયા. આ દરમિયાન કૉમેડિયન કીકૂ શારદાની (Kiku Sharda) પણ આંખો પોતાના દિવંગત માતા-પિતાને યાદ કરીને ભરાઈ આવી ગઈ.

દિવંગત માતા-પિતાને યાદ કરીને શું બોલ્યા કીકૂ શારદા (Kiku Sharda)?
કીકૂ શારદાના (Kiku Sharda) સામાન્ય રીતે બધાને હસતાં-હસાવતાં જોયા છે. તેમની કૉમિક ટાઈમિંગ ઘણાં વર્ષોથી હિટ છે. `રાઇઝ ઍન્ડ ફૉલ`માં પણ તેમણે એ જ ફ્લેવર જાળવી રાખ્યો હતો. પણ જે સમયે સંગીતા ફોગાટને પોતાના સસરાના નિધનના સમાચાર મળ્યા, ત્યારે કીકૂ શારદા પણ પોતાને ભાવુક થતાં અટકાવી શક્યા નહીં. તેમણે એ ક્ષણ યાદ કરી જ્યારે તે છેલ્લી વાર પોતાની માતા સાથે વાત કરી શક્યા નહોતા.

કીકૂ શારદાએ રડતા-રડતાં જણાવ્યું, "હું બે વર્ષ પહેલા અમેરિકામાં હતો અને ત્યારે મારી માતાનું નિધન થઈ ગયું હતું. આ વાતને સ્વીકારવામાં થોડો સમય લાગે છે. તમે ઍરપોર્ટ પર છો, તમે એક્ટર છો અને લોકો તે દરમિયાન તમારી એક તસવીર માગવા માટે આવે છે હું મારી માના છેલ્લા ફોન કૉલનો જવાબ આપી શક્યો નહોતો."

કેમ માતાનો છેલ્લો ફોન કૉલ ન ઉપાડી શક્યો કીકૂ શારદા?
કીકૂ શારદાએ આગળ પોતાની માતાનો છેલ્લો ફોન ન ઉપાડી શકવાનું કારણ પણ જણાવ્યું. કૉમેડિયને કહ્યું, "હું અમેરિકામાં (America) કામ કરી રહ્યો હતો. મેં વિચાર્યું કે હું તેમને કાલે કૉલ કરી લઈશ કારણકે તે સમયે બિઝી હતો અને બીજા જ દિવસે તેણે વિશ્વને અલવિદા કહી દીધું હતું. તેમના જવાના 45 દિવસ બાદ મારા પિતાનું પણ નિધન થઈ ગયું. તે મારી માના જવાનું દુઃખ સહન કરી શક્યા નહોતા."

`એક ઉંમર પછી તમારા પાર્ટનર તમારી માટે બધું જ બની જાય છે. મને બધાના જીવનની નથી ખબર, પણ પ્લીઝ તમે તમારા નજીકના લોકો સાથે સંબંધો જાળવી રાખો, તેમની સાથે સમય પસાર કરો, તેમને કૉલ કરો અને હંમેશાં તેમના ટચમાં રહો.` કીકૂની વાતોએ ત્યાં હાજર બધા કોન્ટેસ્ટન્ટ્સને રડાવી દીધી. જણાવવાનું કે, "રાઇઝ એન્ડ ફૉલ"માં કીકૂ શારદા સિવાય પવન સિંહ, અર્જુન બિજલાણી, અહાના કુમરા, કુબ્રા સૈત, આદિત્ય નારાયણ, ધનશ્રી વર્મા જેવા પૉપ્યુલર કોન્ટેસ્ટ્ન્ટ્સ પણ સામેલ છે.

ઉલ્લેખનીય છે કે, નેટફ્લિક્સ પર કપિલ શર્માના શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ની ત્રીજી સીઝન ૨૧ જૂનથી શરૂ થશે. શોમાં કપિલની સાથે ક્રિષ્ના અભિષેક, સુનીલ ગ્રોવર, કિકુ શારદા અને અર્ચના પૂરન સિંહ હશે. આ સીઝનની એક હાઇલાઇટ એ છે કે આ વખતે દુનિયાભરમાંથી સુપરફૅન્સને આમંત્રિત કરવામાં આવશે અને તેમને પોતાની સ્ટોરી, પોતાની લાક્ષણિકતા, પોતાની ટૅલન્ટ રજૂ કરવાની તક મળશે.

kiku sharda bollywood buzz bollywood news bollywood entertainment news united states of america