02 November, 2025 10:46 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
‘કિંગ’ ફિલ્મનું ટાઇટલ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)
વિશ્વભરમાં 2 નવેમ્બરને SRK ડે તરીકે ઉજવવામાં આવે છે, અને આ વખતે આ દિવસ વધુ ખાસ બની ગયો છે. શાહરુખ ખાનના જન્મદિવસે નિર્દેશક સિદ્ધાર્થ આનંદે તેમની મચ અવેઈટેડ ફિલ્મ ‘કિંગ’નો ટાઇટલ રીવિલ વીડિયો જાહેર કર્યો. આ વીડિયો દ્વારા SRKનો લુક પણ દર્શાવવામાં આવ્યો છે. ‘પઠાણ’ બાદ આ બંનેની બીજા વખત કોલેબોરેશન છે. `કિંગ` ફિલ્મ 2026 માં રિલીઝ થવા જઈ રહી છે.
રેડ ચિલીઝ એન્ટરટેઇન્મેન્ટ અને માર્ફ્લિક્સ પિક્ચર્સના બેનર હેઠળ બનેલી ફિલ્મ ‘કિંગ’ વર્ષ 2026માં રિલિઝ થવાની છે. ફિલ્મ જણાવ્યા મુજબ દર્શકોને શાહરુખ ખાનનો એવો રૂપ જોવા મળશે, જે તેમણે ક્યારેય નહીં જોયો હોય. આ ફિલ્મને એક સ્ટાઇલિશ અને જબરદસ્ત એક્શન એન્ટરટેઇનર તરીકે રજૂ કરવામાં આવી રહી છે, જે સ્ટાઇલ, કરિશ્મા અને થ્રિલને નવા અંદાજમાં દર્શાવશે.
સિદ્ધાર્થ આનંદની આ અત્યાર સુધીની સૌથી મોટી અને મસાલેદાર ફિલ્મ માનવામાં આવી રહી છે, જે તેમની એક્શન સ્ટોરીટેલિંગને એક નવા લેવલ પર લઈ જશે. ‘કિંગ’નો ટાઇટલ રીવિલ શાહરુખ ખાનની શાનદાર ઓળખનો જશ્ન છે, જ્યાં ‘કિંગ ખાન’ તરીકે ઓળખાતા SRK હવે એ જ નામના પાત્રમાં, વધુ દમદાર અને જોશભર્યા અંદાજમાં દેખાશે.
ટાઇટલ રીવિલ વીડિયોમાં SRKનો સંવાદ દર્શકોનું ધ્યાન ખેંચી લે છે: “સૌ દેશોમાં બદનામ, દુનિયાએ દીધું એક જ નામ, ‘કિંગ’.”
વીડિયોમાં SRK ‘કિંગ ઓફ હાર્ટ્સ’ કાર્ડને હથિયારની જેમ પકડીને જોવા મળે છે. તેમની આ સ્ટાઈલ તેમના અસલી ઉપનામ “દિલોના બાદશાહ” તરફ સંકેત કરે છે, ભલે તે મોટા પડદા પર હોય કે વાસ્તવિક જીવનમાં. ઉપરાંત, તેમના નવા સિલ્વર વાળ, ઈયરિંગ્સ અને સ્ટાઇલિશ લુકને ફેન્સે ખૂબ પસંદ કર્યો છે, કારણ કે આ લુક દર્શકોએ ક્યારેય નહોતો જોયો.
`કિંગ` ફિલ્મ 2026 માં રિલીઝ થવા જઈ રહી છે.
બીજી નવેમ્બરે શાહરુખ ખાનની ૬૦મી વર્ષગાંઠ છે અને રિપોર્ટ્સ મુજબ આ વખતે તે પોતાનો જન્મદિવસ અલીબાગમાં સેલિબ્રેટ કરશે. શાહરુખના આ બર્થ-ડેમાં નજીકના મિત્રો અને પરિવારના સભ્યો સામેલ થશે. મળતી માહિતી પ્રમાણે આ સેલિબ્રેશન માટે ઇન્વિટેશન કાર્ડ મોકલી દેવામાં આવ્યાં છે અને આ દિવસની ઉજવણી માટે અલીબાગમાં ભવ્ય પાર્ટી યોજાશે. શાહરુખની આ બર્થ-ડે પાર્ટીમાં ભાગ લેવા માટે તમામ મહેમાન પહેલી નવેમ્બરે અલીબાગ પહોંચશે. શાહરુખ સામાન્ય રીતે તેનો જન્મદિવસ મુંબઈમાં તેના બંગલો મન્નતમાં સેલિબ્રેટ કરે છે અને ફૅન્સને પણ મળે છે. જોકે હાલમાં મન્નતનું રિનોવેશનનું કામ ચાલુ છે જેના કારણે શાહરુખ અને તેનો પરિવાર ભાડાના અપાર્ટમેન્ટમાં શિફ્ટ થયા છે. આ સંજોગોને કારણે જ આ વર્ષે શાહરુખનો બર્થ-ડે તેની અલીબાગની પ્રૉપર્ટીમાં સેલિબ્રેટ કરવાનો નિર્ણય લેવાયો છે.