05 October, 2026 11:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુહાના ખાન
શાહરુખ ખાન તેની આગામી ફિલ્મ ‘કિંગ’ સાથે કમબૅક કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ ફિલ્મ આ જ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થવાની છે. ‘કિંગ’માં શાહરુખની સાથે-સાથે તેની દીકરી સુહાના ખાન પણ જોવા મળશે. ચર્ચા છે કે ‘કિંગ’માં સુહાના પર એક ધમાકેદાર ડાન્સ-સૉન્ગ શૂટ કરવામાં આવ્યું છે.
‘કિંગ’ ઍક્શન થ્રિલર ફિલ્મ છે અને એમાં શાહરુખ-સુહાના સિવાય દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન, અનિલ કપૂર, જૅકી શ્રોફ, અર્શદ વારસી, રાની મુખરજી અને અભય વર્મા સહિતનાં અનેક કલાકારો સામેલ છે.
સુહાનાએ ૨૦૨૩માં નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ‘ધી આર્ચીઝ’ ફિલ્મથી અભિનયની દુનિયામાં એન્ટ્રી લીધી હતી અને હવે ‘કિંગ’ તેની આગામી ફિલ્મ છે. આ ફિલ્મ સુહાનાની કરીઅર માટે બહુ મહત્ત્વની હોવાથી એમાં તેના ખાસ ડાન્સ-ટ્રૅકનો પણ સમાવેશ કરવામાં આવ્યો હોવાની
ચર્ચા છે.