14 September, 2021 10:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિતી સેનોન
ક્રિતી સૅનનથી તેની ફૅમિલી કંટાળી ગઈ છે. આ વાતનો ખુલાસો ક્રિતીએ તાજેતરમાં જ સોશ્યલ મીડિયામાં કર્યો છે. ઇન્સ્ટાગ્રામ પર એક QNA એટલે કે સવાલ-જવાબનું સેશન યોજવામાં આવ્યું હતું. એનો વિડિયો તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. એ વિડિયોમાં તેને પૂછવામાં આવ્યુ હતું કે તેનું કમ્ફર્ટ ફૂડ કયું છે. એનો જવાબ આપતાં ક્રિતીએ પરાંઠા વિથ બટર અને રાજમા ચાવલ કહ્યું હતું. ત્યાર બાદ તેણે સ્કિન કૅર પ્રોડક્ટ્સને લઈને જે દીવાનગી છે એ વિશે એ વિડિયોમાં ક્રિતીએ કહ્યું હતું કે ‘મને હાલમાં સ્કિન કૅરનું ઘેલું લાગ્યું છે. એ બધી વસ્તુઓને કારણે મારી ફૅમિલી મારાથી કંટાળી ગઈ છે. મારી પાસે તો ખજાનો છે.’