દીકરા માટે ડિવૉર્સી દંપતી કોંકણા સેન શર્મા અને રણવીર શૌરીએ સજોડે માણી IPLની મજા

01 April, 2026 03:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડિવૉર્સ લઈને અલગ થઈ ગયેલાં કોંકણા સેન શર્મા અને રણવીર શૌરી હાલમાં તેમના ૧૫ વર્ષના દીકરા હારુન સાથે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની મૅચ જોવા પહોંચ્યાં હતાં.

દીકરા માટે ડિવૉર્સી દંપતી કોંકણા સેન શર્મા અને રણવીર શૌરીએ સજોડે માણી IPLની મજા

ડિવૉર્સ લઈને અલગ થઈ ગયેલાં કોંકણા સેન શર્મા અને રણવીર શૌરી હાલમાં તેમના ૧૫ વર્ષના દીકરા હારુન સાથે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની મૅચ જોવા પહોંચ્યાં હતાં.
રવિવાર સાંજે મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાયેલી મૅચ દરમ્યાન કોંકણા, રણવીર અને તેમનો દીકરો એકસાથે સ્ટેડિયમમાં જોવા મળ્યાં હતાં. આ પછી રણવીર શૌરીએ પોતાના સોશ્યલ મીડિયામાં એક સેલ્ફી શૅર કર્યો જેમાં ત્રણેય એન્જૉય કરતાં જોવા મળે છે. આ તસવીર સાથે તેણે કૅપ્શન લખી કે ‘આજે મુંબઈ ઇન્ડિયન્સની જીત જોવા માટે અમે ત્યાં હાજર હતાં, ખૂબ ખુશી થઈ.’
કોંકણા સેન શર્મા અને રણવીર શૌરીએ ૨૦૧૦માં લગ્ન કર્યાં હતાં, પરંતુ પછી તેઓ અલગ થઈ ગયાં. આમ છતાં બન્ને વચ્ચે આજે પણ સારો સંબંધ છે. તેઓ ઘણી વાર પોતાના દીકરા સાથે ફૅમિલી-આઉટિંગ પર જોવા મળે છે અને જાહેરમાં પણ તેમના મિત્રતાપૂર્ણ સંબંધ વિશે વાત કરી ચૂક્યાં છે.

konkona sen sharma ranvir shorey wankhede bollywood buzz bollywood news IPL 2026 bollywood gossips bollywood entertainment news