27 April, 2026 01:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કૃષ્ણાવતારમનું અંગ્રેજી વર્ઝન પણ રિલીઝ કરવાનું પ્લાનિંગ
ભગવાન શ્રીકૃષ્ણની કથા પર આધારિત ફિલ્મ ‘કૃષ્ણાવતારમ’નું ટ્રેલર હિન્દી સાથે તેલુગુ અને તામિલ ભાષામાં પણ રિલીઝ કરવામાં આવ્યું હતું. ત્રણેય ભાષાઓમાં મળીને ટ્રેલરને યુટ્યુબ પર ૮0 લાખથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે. ‘કૃષ્ણાવતારમ’ને ભગવાન શ્રીકૃષ્ણની કથા પર આધારિત ત્રણ ભાગોની ફ્રૅન્ચાઇઝી તરીકે તૈયાર કરવામાં આવી છે.
કોઈ મોટા સ્ટાર અથવા મોટા સ્ટુડિયો વગર આવી રહેલી આ ફિલ્મની પ્રોડક્શન ક્વૉલિટી, સંગીત અને પ્રેઝન્ટેશન લોકોને પસંદ પડ્યાં છે. આ ફિલ્મ ૭ મેએ ભારતમાં રિલીઝ થવાની છે. લેટેસ્ટ માહિતી પ્રમાણે ફિલ્મની ભારતની રિલીઝના લગભગ બે અઠવાડિયાં બાદ એનું અંગ્રેજી વર્ઝન પણ અમેરિકા, બ્રિટન અને કૅનેડામાં રિલીઝ કરવામાં આવશે. આ પગલાથી વૈશ્વિક દર્શકો સુધી ભગવાન શ્રીકૃષ્ણની કથા પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.