21 November, 2025 10:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ક્રિતી સૅનન હાલમાં બૉયફ્રેન્ડ કબીર બહિયા સાથે રિલેશનશિપમાં હોવાની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે. જોકે બન્નેમાંથી કોઈએ આ વાતને જાહેરમાં સ્વીકારી નથી, પણ હાલમાં ‘ટૂ મચ વિથ કાજોલ ઍન્ડ ટ્વિન્કલ’ શોમાં પહોંચેલી ક્રિતીએ કહ્યું હતું કે તેનો ક્રશ ઇન્ડસ્ટ્રીમાંથી નથી અને એ પછી ફરીથી તેના અને કબીરના સંબંધો ચર્ચામાં છે. હાલમાં ક્રિતીએ કબીરને તેના જન્મદિવસે સ્પેશ્યલ શુભેચ્છા આપીને તેમની રિલેશનશિપનો પુરાવો આપ્યો છે. ક્રિતીએ સોશ્યલ મીડિયા પર કબીર સાથેની એક તસવીર મૂકી છે અને મેસેજમાં રેડ હાર્ટ અને લાફિંગ ઇમોજી પણ મૂક્યાં છે. આ તસવીરમાં ક્રિતી અને કબીર બન્ને સ્મિત કરતાં દેખાય છે. પોસ્ટમાં ક્રિતીએ લખ્યું છે, ‘જન્મદિવસ મુબારક એ વ્યક્તિને જેની સાથે હું મૂર્ખ બની શકું છું. દુનિયા ક્યારેય તારા સારા દિલને ન બદલે.’