ક્રિતી અને કબીર મિત્રનાં લગ્ન માણવા પહોંચી ગયાં બૅન્ગલોર

15 February, 2025 07:31 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

આ લગ્નમાં હાજરી આપવા માટે ક્રિતી અને કબીર બુધવારે મુંબઈના પ્રાઇવેટ ઍરપોર્ટ પર પહોંચ્યાં હતાં. એ સમયે પણ તેમણે બ્લૅક ડ્રેસમાં ટ‍્વિનિંગ કર્યું હતું.

ક્રિતી સૅનન અને કબીર બહિયા

ક્રિતી સૅનન અને કબીર બહિયા હવે તેમની રિલેશનશિપને સંતાડવાના મૂડમાં નથી એવું લાગી રહ્યું છે. હાલમાં બન્ને એકબીજાની કંપનીમાં બૅન્ગલોરમાં એક મિત્રનાં લગ્નમાં હાજરી આપવા પહોંચ્યાં હતાં. આ પ્રસંગનો તેમનો વિડિયો વાઇરલ થઈ ગયો છે. તેમણે આ ફંક્શનમાં બ્લૅક આઉટફિટમાં ટ‍્વિનિંગ કર્યું હતું અને મહેમાનો સાથે વાતચીત કરતી વખતે સતત સાથે ને સાથે રહ્યાં હતાં. આ લગ્નમાં ક્રિતીની બહેન નૂપુર અને તેના બૉયફ્રેન્ડ સંગીતકાર સ્ટેબિન બેને પણ હાજરી આપી હતી.

આ લગ્નમાં હાજરી આપવા માટે ક્રિતી અને કબીર બુધવારે મુંબઈના પ્રાઇવેટ ઍરપોર્ટ પર પહોંચ્યાં હતાં. એ સમયે પણ તેમણે બ્લૅક ડ્રેસમાં ટ‍્વિનિંગ કર્યું હતું. ત્યારે ક્રિતીએ બ્લૅક લેધર જૅકેટ સાથે ટૉપ અને બ્લુ જીન્સ પહેર્યાં હતાં. તે સનગ્લાસ અને ખુલ્લા વાળ સાથે સ્ટાઇલિશ દેખાતી હતી. કબીરે કાળા ટી-શર્ટ અને ગ્રે પૅન્ટમાં કૂલ અને કૅઝ્‍યુઅલ લુક રાખ્યો હતો. ક્રિતી અને કબીરે ક્યારેય તેમના સંબંધને સત્તાવાર રીતે કબૂલ નથી કર્યો, પરંતુ તેમની વારંવારની વિદેશયાત્રાને કારણે તેમના સંબંધ ચર્ચામાં છે. થોડા સમય પહેલાં આ જોડી ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર એમ. એસ. ધોની અને તેની પત્ની સાક્ષી સાથે ક્રિસમસ ઊજવતી જોવા મળી હતી.

kriti sanon relationships bengaluru viral videos social media bollywood bollywood news entertainment news