ક્રિતી સૅનન બની યુનાઇટેડ નેશન્સ પૉપ્યુલેશન ફન્ડની બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર

03 September, 2025 07:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્રિતીએ પોતાની લાગણી જણાવતાં કહ્યું હતું કે ‘બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર તરીકે પસંદગી પામવાને કારણે મને ખૂબ સારું લાગી રહ્યું છે

ક્રિતી સૅનન

ક્રિતી સૅનનના નામે એક નવી સિદ્ધિ જોડાઈ છે. તેને યુનાઇટેડ નેશન્સ પૉપ્યુલેશન ફન્ડની બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર બનાવવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્રની આ સંસ્થા મહિલાઓ, પુરુષો અને બાળકોના અધિકારો, આરોગ્ય અને સમાન તકો સાથે સુખી જીવનને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર બન્યા પછી ક્રિતીએ બૉલીવુડમાં હિરો-હિરોઇન વચ્ચે વેતનની અસમાનતા વિશે પણ વાત કરી હતી.

એક ઇન્ટરવ્યુમાં ક્રિતીએ પોતાની લાગણી જણાવતાં કહ્યું હતું કે ‘બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર તરીકે પસંદગી પામવાને કારણે મને ખૂબ સારું લાગી રહ્યું છે. આ ખૂબ મોટું સન્માન છે અને એટલી જ મોટી જવાબદારી પણ. હું એ માટે ખૂબ ઉત્સાહી છું, કારણ કે મને હંમેશાં લાગતું હતું કે હું એવો કોઈ ફેરફાર લાવી શકું જે મારા દિલની નજીક હોય. મારું માનવું છે કે લિંગ અસમાનતા ખૂબ મહત્ત્વપૂર્ણ મુદ્દો છે. મને ખુશી છે કે હું યુનાઇટેડ નેશન્સ પૉપ્યુલેશન ફન્ડ સાથે મળીને આવા લોકો માટે હવે કંઈક કરી શકીશ, તેમનો સાથ આપી શકીશ. આ મારા માટે ખૂબ મહત્ત્વ ધરાવે છે. હું મારા દેશનું વૈશ્વિક સ્તરે પ્રતિનિધિત્વ કરવા માગતી હતી અને એવા મુદ્દાઓ ઉઠાવવા માગતી હતી જેનાથી લોકોનું જીવન ખુશહાલ બની શકે.’

kriti sanon bollywood buzz bollywood news united nations bollywood gossips bollywood entertainment news