પોતાને લક્ઝરી કાર ગિફ્ટ કરી ક્રિતી સૅનને

12 September, 2021 08:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ નવી કારમાં બેસીને મૅડોક ફિલ્મ્સની ઑફિસે પહોંચી હતી. તેનાં નજીકનાં સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે આ તેનું સપનું પૂરું થવા સમાન છે.

પોતાને લક્ઝરી કાર ગિફ્ટ કરી ક્રિતી સૅનને

ક્રિતી સૅનને ‘મિમી’ની સફળતા બાદ પોતાને શાનદાર મર્સિડીઝ મેબેક GLS 600 કાર ગિફ્ટ કરી છે. આ કારની કિંમત લગભગ ૨.૪૩ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. સરોગસી પર આધારિત ફિલ્મ ‘મિમી’ને લોકોએ ઉમળકાભેર વધાવી લીધી છે. એથી તેની ખુશીની કોઈ સીમા નથી. તાજેતરમાં જ તે આ નવી કારમાં બેસીને મૅડોક ફિલ્મ્સની ઑફિસે પહોંચી હતી. તેનાં નજીકનાં સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે આ તેનું સપનું પૂરું થવા સમાન છે.

kriti sanon bollywood news bollywood bollywood gossips entertainment news