બૉયફ્રેન્ડ સાથે તેનો વિડિયો લેતા ફોટોગ્રાફર પર ભડકી ક્રિતી સૅનન

14 January, 2026 03:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્રિતી સૅનનનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર ચર્ચામાં છે. આ વિડિયોમાં ક્રિતી પોતાના પરિવાર સાથે ઍરપોર્ટ પર જોવા મળી રહી છે. હાલમાં ક્રિતીની બહેન નૂપુર સૅનનનાં ઉદયપુરમાં થયેલાં ભવ્ય લગ્ન પછી સમગ્ર પરિવાર પરત ફરી રહ્યો હતો.

બૉયફ્રેન્ડ સાથે તેનો વિડિયો લેતા ફોટોગ્રાફર પર ભડકી ક્રિતી સૅનન

ક્રિતી સૅનનનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર ચર્ચામાં છે. આ વિડિયોમાં ક્રિતી પોતાના પરિવાર સાથે ઍરપોર્ટ પર જોવા મળી રહી છે. હાલમાં ક્રિતીની બહેન નૂપુર સૅનનનાં ઉદયપુરમાં થયેલાં ભવ્ય લગ્ન પછી સમગ્ર પરિવાર પરત ફરી રહ્યો હતો. આ સમયે  ઍરપોર્ટ પર ક્રિતી પોતાના બૉયફ્રેન્ડ કબીર બહિયા સાથે ઊભી હતી. ક્રિતી અને કબીરને સાથે જોઈને ફોટોગ્રાફરે તેમનો વિડિયો લેવાનું શરૂ કરી દીધું હતું. આ જોઈને ક્રિતી ખૂબ ગુસ્સે થઈ ગઈ અને તેણે હાથ લાંબો કરીને બૂમો પાડીને ફોટોગ્રાફરને આવું ન કરવા કહ્યું. ક્રિતી ભાગ્યે જ જાહેરમાં આવું વર્તન કરે છે જેથી ફૅન્સને તેનું આ રૂપ જોઈને બહુ આશ્ચર્ય થયું છે.

kriti sanon bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news