‘હમ દો હમારે દો’ કરશે દિવાળીમાં ધમાકો

07 October, 2021 03:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજકુમાર રાવ, ક્રિતી સૅનન અને અપારશક્તિ ખુરાનાની આ ફિલ્મને ડિઝની + હૉટસ્ટાર પર રિલીઝ કરવામાં આવશે

રાજકુમાર રાવ અને ક્રિતી સૅનન

રાજકુમાર રાવ અને ક્રિતી સૅનનની ‘હમ દો હમારે દો’ દિવાળી દરમ્યાન ડિઝની + હૉટસ્ટાર પર રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મને દિનેશ વિજને પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મમાં પરેશ રાવલ, રત્ના પાઠક શાહ અને અપારશક્તિ ખુરાના પણ જોવા મળવાનાં છે. ફિલ્મનું ટીઝર લૉન્ચ કરવામાં આવ્યું છે. એ ટીઝરને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રાજકુમારે કૅપ્શન આપી હતી કે ‘યે દિવાલી ફૅમિલીવાલી. ‘હમ દો હમારે દો’નું ટીઝર અહીં રજૂ કરવામાં આવે છે. ડિઝની + હૉટસ્ટાર પર એને સ્ટ્રીમ કરવામાં આવશે.’

entertainment news bollywood bollywood news upcoming movie rajkummar rao kriti sanon