15 August, 2025 07:18 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ક્રિતી સૅનન
ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ (IMDb) દ્વારા હાલમાં ૨૦૨૫ની વિશ્વની ટોચની ૧૦ સૌથી સુંદર અભિનેત્રીઓની યાદી જાહેર કરવામાં આવી છે. IMDb એક ઑનલાઇન ડેટાબેઝ છે જે ફિલ્મો, ટીવી-શો, વેબ-સિરીઝ, વિડિયો-ગેમ્સ અને અન્ય મનોરંજન માધ્યમો વિશે વ્યાપક માહિતી પૂરી પાડે છે. એના દ્વારા જાહેર કરવામાં આવેલી આ યાદીમાં બૉલીવુડ ઍક્ટ્રેસ ક્રિતી સૅનન ચોથા નંબર પર
આવી છે.
ક્રમ ઍક્ટ્રેસનું નામ
૧ મૅકેન્ના ગ્રેસ (અમેરિકા)
૨ જુલિયા બટર્સ (અમેરિકા)
૩ હાનિયા આમિર (પાકિસ્તાન)
૪ ક્રિતી સૅનન (ભારત)
૫ નૅન્સી મૅક્ડોની (અમેરિકા/સાઉથ કોરિયા)
૬ દિલરબા દિલમુરત (ચીન)
૭ શૈલીન વુડ્લી (અમેરિકા)
૮ માર્ગોટ રૉબી (ઑસ્ટ્રેલિયા)
૯ ઍના દ અર્માસ (ક્યુબા/સ્પેન)
૧૦ એમ્મા વૉટ્સન (લંડન)