17 January, 2026 02:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નાની બહેન સાથેનો બાળપણનો લુક મેંદીમાં બનાવડાવ્યો ક્રિતી સૅનને
ક્રિતી સૅનનની નાની બહેન નૂપુરે તાજેતરમાં જ ઉદયપુરમાં સિંગર સ્ટેબિન બેન સાથે પ્રભુતામાં પગલાં માંડ્યાં હતાં. ક્રિતીએ બહેનના લગ્નપ્રસંગે હાથમાં જ મેંદી કરાવી હતી એની તસવીર સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે. ક્રિતીએ હાથમાં નૂપુર સાથેનો પોતાનો બાળપણનો લુક મેંદીમાં રીક્રીએટ કર્યો હતો. ક્રિતીની આ કસ્ટમાઇઝ્ડ મેંદી હવે નવો ટ્રેન્ડ શરૂ કરશે એવું લાગે છે.