04 December, 2025 11:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સિંગર સ્ટેબિન બેન સાથે ડેસ્ટિનેશન વેડિંગ કરવાની છે નૂપુર
ક્રિતી સૅનનની બહેન નૂપુર સૅનન ૮-૯ જાન્યુઆરીએ ઉદયપુરના ફેરમૉન્ટ પૅલેસમાં બૉયફ્રેન્ડ સિંગર સ્ટેબિન બેન સાથે ડેસ્ટિનેશન વેડિંગ કરવાની છે. આ લગ્ન બહુ ભવ્ય રીતે થશે. ૮ જાન્યુઆરીએ મેંદી અને સંગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને ૯ જાન્યુઆરીએ મુખ્ય લગ્નવિધિ યોજાશે.
નૂપુરનાં લગ્નમાં પરિવારજનો, નિકટના મિત્રો અને બૉલીવુડની મ્યુઝિક-ઇન્ડસ્ટ્રીના કેટલાક જાણીતા લોકો હાજર રહેશે. નૂપુર છેલ્લાં કેટલાંક વર્ષોથી મ્યુઝિક-વિડિયોમાં જોવા મળે છે અને હવે તે બહુ જલદી બૉલીવુડ ફિલ્મ દ્વારા ડેબ્યુ કરવાની તૈયારીમાં છે. નૂપુરનો બૉયફ્રેન્ડ સ્ટેબિન બેન પ્લેબૅક સિંગર અને પર્ફોર્મર છે અને તેણે ‘સાહિબા’ અને ‘થોડા થોડા પ્યાર’ જેવાં અનેક હિટ ગીત ગાયાં છે.