15 October, 2026 10:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રીતિ સૅનન
ક્રીતિ સૅનન મૅડૉક ફિલ્મ્સની પસંદગીની અભિનેત્રીઓમાંની એક છે એમાં કોઈ શંકા નથી. અત્યાર સુધી તેણે આ પ્રોડક્શન-હાઉસ સાથે નવ ફિલ્મોમાં કામ કર્યું છે જેમાં ‘રાબતા’, ‘સ્ત્રી’નું સ્પેશ્યલ ગીત, ‘લુકા છુપી’, ‘અર્જુન પટિયાલા’, ‘મિમી’, ‘હમ દો હમારે દો’, ‘ભેડિયા’, ‘તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા’ અને ‘કૉકટેલ 2’નો સમાવેશ થાય છે. હવે રિપોર્ટ પ્રમાણે ક્રીતિ ફરી એક વાર મૅડૉક ફિલ્મ્સ સાથે કામ કરવા જઈ રહી છે અને આ એક હૉરર ફિલ્મ હશે. હજી સુધી આ ફિલ્મની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.