26 March, 2025 06:56 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સ્ટૅન્ડ-અપ કૉમેડિયન કુણાલ કામરા અને ફિલ્મનિર્માતા હંસલ મહેતાની તસવીર
Kunal Kamra Controversy: અત્યારે સ્ટૅન્ડ-અપ કૉમેડિયન કુણાલ કામરા બરાબરનો વિવાદમાં સપડાયો છે. પોતાની યુટ્યુબ ચેનલ પર `ન્યૂ ઇન્ડિયા` નામનો એક વીડિયો શેર કરીને એણે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને દેશદ્રોહી ગણાવ્યા હતા. તેના આ વિડીયો બાદ શિવસેના રોષે ભરાઈ છે. આ વચ્ચે અનેક નેતાઓએ પોતાનું નિવેદન સાંભલાવ્યું હતું.
કુણાલ કામરાના આ વિવાદમાં બૉલીવુડ જગતમાંથી કોઈએ કશું જ નિવેદન આપ્યું નહોતું. પણ કાલે મોડે મોડેથી હંસલ મહેતાની પ્રતિક્રિયા સામે આવી હતી. ફિલ્મ નિર્માતા હંસલ મહેતાએ 25 વર્ષ પહેલા તેમની સાથે બનેલી એક ઘટનાને યાદ કરીને સોશિયલ મીડિયામાઉભરો ઠાલવ્યો છે. તેમણે 25 વર્ષ પહેલાં પોતાની સાથે બનેલા હચમચાવી નાખે તેવા પ્રકારનો ઘટસ્ફોટ કર્યો છે.
હંસલ મહેતાએ કરેલી પોસ્ટ અહીં જોઈ શકાય છે :
સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતાં હંસલ મહેતાએ લખ્યું હતું કે, "કમનસીબે કુણાલ કામરા (Kunal Kamra Controversy) સાથે જે થયું તે મહારાષ્ટ્ર માટે કંઇ નવું નથી. મેં પોતે આવું સહન કર્યું છે. પચીસ વર્ષ પહેલાં એ જ રાજકીય પક્ષ (તે સમયે અવિભાજિત)ના સમર્થકોએ મારી ઓફિસ પર હુમલો કર્યો હતો.
તેઓએ ત્યાં તઓફઓડ કરી હતી. આ સાથે જ મને શારીરિક ત્રાસ (Kunal Kamra Controversy) આપવામાં આવ્યો હતો. મારા ચહેરાને કાળો કરાયો હતો. મને મારી ફિલ્મના સંવાદ માટે જાહેરમાં માફી માંગવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો, એ પણ એક વૃદ્ધ મહિલાના પગમાં પડીને. માત્ર મારી ફિલ્મના એક લાઇનણાં ડાયલોગ માટે.
તેઓએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, જે લાઇન માટે હોબાળો થયો હતો તે કોઈને નુકસાન પમાડનારી નહોતી. લગભગ તુચ્છ હતી. આ ફિલ્મને સેન્સર બોર્ડ દ્વારા અન્ય 27 કટ સાથે પહેલેથી જ મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ તેનાથી કોઈ ફરક પડ્યો નહીં. કહેવાતા "માફી" સ્થળ પર ઓછામાં ઓછી 20 રાજકીય હસ્તીઓ જોરશોરથી પહોંચી હતી જેને જાહેર શરમજનક કહી શકાય. વળી, 10000 પ્રેક્ષકો અને મુંબઈ પોલીસ ચૂપચાપ જોતી રહી હતી.
તેઓ પોતાની વાતમાં આગળ જણાવે છે કે તે ઘટના (Kunal Kamra Controversy) એ મને માત્ર શારીરિક રીતે જ નુકસાન પહોંચાડ્યું હોય એટલું જ નથી. એણે મારા મનને પણ દઝાડયું. તેણે મારી ફિલ્મ નિર્માણની ધારને રૂંધી નાખી. મારી હિંમતને ચૂપ કરી દીધી. અને મારા એવા ભાગોને શાંત કરી દીધા જેને પાછા મેળવવામાં મને વર્ષો લાગી ગયા.
હંસલ મહેતા સાથે બનેલી આ ઘટનાના મૂળમાં કઈ ફિલ્મ છે?
Kunal Kamra Controversy: આ મુદ્દો છે 2000નો. આ સમયે હંસલ મહેતાની ફિલ્મ `દિલ પે મત લે યાર` રિલીઝ થઈ હતી. ફિલ્મમાં એક સંવાદને લઈને શિવસૈનિકોએ હોબાળો મચાવ્યો હતો. ઓફિસમાં હોબાળો મચાવ્યા બાદ હંસલ મહેતાનો ચહેરો કાળો કરવામાં પણ તે લોકોએ પાછીપાની કરી નહોતી.