લગાનની ગૌરીએ અપનાવી લીધો છે આધ્યાત્મિકતાનો માર્ગ

16 June, 2026 09:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગ્રેસી સિંહ બ્રહ્માકુમારીઝ સાથે ગાઢ રીતે જોડાયેલી છે અત્યારે

ગ્રેસી ‘લગાન’નાં ૨૫ વર્ષની ઉજવણીમાં સામેલ થઈ હતી

આમિર ખાનની ‘લગાન’ની ગૌરી એટલે કે ગ્રેસી સિંહ હવે મોટા પડદાથી દૂર થઈ ગઈ છે. તાજેતરમાં જ્યારે ગ્રેસી ‘લગાન’નાં ૨૫ વર્ષની ઉજવણીમાં સામેલ થઈ ત્યારે ઘણા લોકો તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કેટલાક લોકો તો તેને ઓળખી પણ શક્યા નહોતા.

હકીકતમાં ગ્રેસીએ આધ્યાત્મિકતાનો માર્ગ અપનાવ્યો છે અને હવે ચમકદમકથી દૂર સાદગીભર્યું જીવન જીવી રહી છે. સમય જતાં ગ્રેસી બ્રહ્માકુમારીઝ સાથે ગાઢ રીતે જોડાઈ ગઈ હતી. તેણે અનેક પ્રસંગોએ અભિનય અને પ્રસિદ્ધિથી વિશેષ આંતરિક શાંતિ અને સંતોષ જેવા મહત્ત્વના મુદ્દાઓ વિશે વાત કરી છે.

હાલમાં ગ્રેસી લાંબા સમયથી અભિનયથી દૂર છે અને સંપૂર્ણપણે સાદગી, આધ્યાત્મિકતા તથા ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે જોડાઈને જીવન વિતાવી રહી છે. તે સોશ્યલ મીડિયા પર પણ સક્રિય છે અને ત્યાં મોટા ભાગે બ્રહ્માકુમારીઝ સાથે જોડાયેલી પોસ્ટ્સ શૅર કરતી રહે છે.

lagaan bollywood events gracy singh entertainment news bollywood bollywood news