ડિવૉર્સને કારણે સમન્થા રુથ પ્રભુને કરી દેવામાં આવી છે બ્લૅકલિસ્ટ?

18 September, 2025 09:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેલુગુ ફિલ્મોની ઍક્ટ્રેસ લક્ષ્મી મંચુએ ઇન્ટરવ્યુમાં કર્યો આડકતરો ખુલાસો

સમન્થા રુથ પ્રભુ

તેલુગુ ફિલ્મોની ઍક્ટ્રેસ લક્ષ્મી મંચુએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે સમન્થા રુથ પ્રભુને ડિવૉર્સ પછી કામ મળતું નથી. આ ઇન્ટરવ્યુમાં તેણે આડકતરો ખુલાસો કર્યો છે કે નાગા ચૈતન્ય સાથેના ડિવૉર્સ પછી સમન્થા રુથ પ્રભુને ઇન્ડસ્ટ્રીમાં બ્લૅકલિસ્ટ કરી દેવામાં આવી છે અને જે ફિલ્મો તેની પાસે હતી એ પણ પાછી લઈ લેવામાં આવી છે.

લક્ષ્મી મંચુ

લક્ષ્મીએ પોતાના ઇન્ટરવ્યુમાં હિન્ટ આપતાં જણાવ્યું છે કે એક સુપરસ્ટારની ભૂતપૂર્વ પત્ની પાસે હાલ કોઈ કામ નથી. તેણે કહ્યું છે, ‘એક સુપરસ્ટારની ભૂતપૂર્વ પત્નીના ડિવૉર્સ થયા એ પછી તેને જે ફિલ્મો ઑફર થઈ હતી એ પણ પાછી લઈ લેવામાં આવી છે. તેને કહેવામાં આવે છે કે જો તેને લેવામાં આવશે તો તેના ભૂતપૂર્વ પતિને ખરાબ લાગી શકે છે. આ સંજોગોમાં તે અત્યારે સારી ઑફર્સની રાહ જોઈ રહી છે અને મારે તેનું નામ લેવાની જરૂર નથી.’

સમન્થા રુથ પ્રભુએ ૨૦૧૭માં તેલુગુ સુપરસ્ટાર નાગાર્જુનના પુત્ર નાગા ચૈતન્ય સાથે લગ્ન કર્યાં હતાં, પણ ૨૦૨૧માં તેમના ડિવૉર્સ થઈ ગયા હતા. આ છૂટાછેડા પછી તેની કરીઅરને ગ્રહણ લાગી ગયું. હવે સમન્થાને બહુ ઓછી ફિલ્મો મળી રહી છે અને જે પણ રિલીઝ થઈ એ પણ સરેરાશ જ રહી છે.

samantha ruth prabhu celebrity divorce entertainment news bollywood bollywood news bollywood gossips