લક્ષ્ય લાલવાણીએ ૮૦ લાખની લક્ઝરી સ્પોર્ટ્‌સ કાર ખરીદી

31 October, 2025 02:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આર્યન ખાનની ડિરેક્ટર તરીકેની ડેબ્યુ સિરીઝ ‘The Ba***ds of Bollywood’માં લક્ષ્ય લાલવાણીએ લીડ રોલ કર્યો હતો અને તેની ઍક્ટિંગે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ સિરીઝ પછી લક્ષ્ય સફળતાનો સ્વાદ માણી રહ્યો છે

લક્ષ્ય લાલવાણીએ ૮૦ લાખની લક્ઝરી સ્પોર્ટ્‌સ કાર ખરીદી

આર્યન ખાનની ડિરેક્ટર તરીકેની ડેબ્યુ સિરીઝ ‘The Ba***ds of Bollywood’માં લક્ષ્ય લાલવાણીએ લીડ રોલ કર્યો હતો અને તેની ઍક્ટિંગે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ સિરીઝ પછી લક્ષ્ય સફળતાનો સ્વાદ માણી રહ્યો છે અને તાજેતરમાં તેણે પોતાની કમાણીથી એક રેડ લક્ઝરી સ્પોર્ટ્‌સ કાર MG Cyberster ખરીદી છે. રિપોર્ટ મુજબ આ સ્પોર્ટ્સ કારની કિંમત આશરે ૮૦ લાખ રૂપિયા છે. હાલમાં લક્ષ્ય મુંબઈના રસ્તાઓ પર પોતાની આ સ્પોર્ટ્સ કારમાં ફરતો જોવા મળ્યો હતો.

lakshya lalwani bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news