૧૪ વર્ષની દીકરીને ખુશ કરવા લારા દત્તાએ તેની સાથે બનાવ્યો ડાન્સિંગ વિડિયો

28 April, 2026 11:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લારા દત્તાએ હાલમાં તેની ૧૪ વર્ષની દીકરી સાઇરા ભૂપતિ સાથેનો એક ડાન્સ વિડિયો શૅર કરીને પોતાના ખાસ અંદાજની ઝલક ચાહકોને બતાવી છે. લારા અને સાઇરાએ અમેરિકન રૅપર કેન્ટ જોન્સના ગીત ‘ડોન્ટ માઇન્ડ’ પર એક ડાન્સિંગ વિડિયો બનાવ્યો જે હાલમાં ચર્ચામાં છે.

વાયરલ વીડિયોનો સ્ક્રીન ગરૅબ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

લારા દત્તાએ હાલમાં સોશ્યલ મીડિયામાં તેની ૧૪ વર્ષની દીકરી સાઇરા ભૂપતિ સાથેનો એક ડાન્સ વિડિયો શૅર કરીને પોતાના ખાસ અંદાજની ઝલક ચાહકોને બતાવી છે. લારા અને સાઇરાએ અમેરિકન રૅપર કેન્ટ જોન્સના ગીત ‘ડોન્ટ માઇન્ડ’ પર એક ડાન્સિંગ વિડિયો બનાવ્યો જે હાલમાં ચર્ચામાં છે.

વિડિયો શૅર કરતી વખતે લારાએ કૅપ્શનમાં મજાકિયા અંદાજમાં લખ્યું, ‘પોતાનાં બાળકોને ખુશ કરવા માટે શું-શું નથી કરવું પડતું. વાત તો માતા-પિતા માટે શરમની હદ સુધી પહોંચી જાય છે.’ 
લારાનો આ વિડિયો તેના ફૅન્સને બહુ પસંદ પડ્યો છે અને તેઓ સાઇરાની હાઇટ તેમ જ લુકનાં પણ વખાણ કરી રહ્યા છે.

lara dutta social media viral videos bollywood buzz bollywood news bollywood entertainment news