લોકસભાની ટિકિટ મળતાં વાયરલ થયું કંગના રનોટનું જૂનું ટ્વિટ…‘હિમાચલથી ચૂંટણી નહીં લડીશ’

25 March, 2024 01:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Lok Sabha Election 2024: ભારતીય જનતા પાર્ટીએ અભિનેત્રી કંગના રનોટને હિમાચલ પ્રદેશના મંડીમાંથી લોકસભાની ટિકિટ આપી છે

કંગના રનોટની ફાઇલ તસવીર

બૉલિવૂડ (Bollywood) અભિનેત્રી કંગના રનોટ (Kangana Ranaut)એ ફિલ્મોમાં રાજ કર્યા બાદ રાજકારણની દુનિયામાં પ્રવેશ કરી લીધો છે. અભિનેત્રી લોકસભા ચૂંટણી ૨૦૨૪ (Lok Sabha Election 2024) લડશે તેવી ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી. જોકે, કંગના રનોટે આ બાબતે હંમેશા મૌન જ રાખ્યું હતું. પરંતુ ગઈકાલે ભારતીય જનતા પાર્ટી – બીજેપી (Bharatiya Janata Party – BJP)એ એ પાંચમી યાદી (BJP 5th List) જાહેર કરી તેમાં અભિનેત્રીને હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના મંડી (Mandi)થી ટિકિટ આપવામાં આવી છે. એટલું જ નહીં, કંગનાએ પોતે 2024માં ચૂંટણી લડવાના સમાચારને સમર્થન આપ્યું છે.

હિમાચલ પ્રદેશના મંડીમાંથી ભારતીય જનતા પાર્ટી તરફથી લોકસભા ચૂંટણી ૨૦૨૪ની ટિકિટ મળતાં જ અભિનેત્રી કંગના રનોટ બહુ ખુશખુશાલ છે. કંગના રનોટે પોતે પણ સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને મંડીમાંથી પોતાની ઉમેદવારી વિશે જાણકારી આપી હતી અને ખુશી વ્યક્ત કરી હતી. તે જ સમયે, અભિનેત્રીનું એક જૂનું ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે. વાયરલ થયેલા જુના ટ્વિટમાં અભિનેત્રી કંગના રનોટે કહ્યું હતું કે, તે હિમાચલ પ્રદેશથી ક્યારેય ચૂંટણી લડશે નહીં, કારણ કે ત્યાં ન તો ગરીબી છે અને ન તો અપરાધ. તેને કામ કરવા માટે મુશ્કેલ રાજ્યની જરૂર છે.

વર્ષ ૨૦૨૧માં સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સના યુઝરે કંગના મંડીમાંથી ચૂંટણી લડવાની સચોટ આગાહી કરી હતી. જો કે, અભિનેત્રીએ તેને રદિયો આપ્યો હતો અને ટિપ્પણી કરી હતી કે, ‘મને ૨૦૧૯ની લોકસભા ચૂંટણી દરમિયાન ગ્વાલિયરનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. HP (હિમાચલ પ્રદેશ)ની વસ્તી માંડ ૬૦થી ૭૦ લાખ છે, કોઈ ગરીબી કે ગુના નથી. જો હું રાજકારણમાં પ્રવેશીશ તો મને એવું રાજ્ય જોઈએ છે જ્યાં હું જટિલતાઓ પર કામ કરી શકું અને ત્યાં પણ રાણી બની શકું. તમારા જેવા નાના લોકો મોટી વસ્તુઓ સમજી શકશે નહીં.’

Hypocrisy ki bhi seema hoti hai
byu/Affectionate-Can-310 inBollyBlindsNGossip