05 April, 2024 06:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રકાશ રાજ
પ્રકાશ રાજે કહ્યું છે કે તેને ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાવાની કોઈ ઇચ્છા નથી. પ્રકાશ હંમેશાંથી BJPનો વિરોધ કરતો આવ્યો છે. જોકે હાલમાં એવા સમાચાર ચાલી રહ્યા હતા કે તે BJPમાં જોડાઈ રહ્યો છે અને લોકસભાનું ઇલેક્શન લડશે. તેણે જાન્યુઆરીમાં એક લિટરેચર ફેસ્ટિવલમાં કહ્યું હતું કે તેને ત્રણ પાર્ટી દ્વારા ઇલેક્શન લડવા માટે ઑફર કરવામાં આવી હતી, પરંતુ તે કોઈમાં નહીં જોડાય. તેનું કહેવું છે કે તે ગવર્નમેન્ટનો ક્રિટિક હોવાથી તેને આ ઑફર કરવામાં આવી હતી. BJPમાં જોડાઈ રહ્યો હોવાના સમાચારને લઈને પ્રકાશ રાજે સોશ્યલ મીડિયા પર ટ્વીટ કર્યું કે ‘તેમણે કોશિશ કરી. તેમને એહસાસ થઈ ગયો હશે કે તેમની વિચારધારામાં એટલો દમ નથી કે મને ખરીદી શકે. તમને લોકોને શું લાગી રહ્યું છે એ જણાવી શકો છો.’