બનવાની છે મડગાવ એક્સપ્રેસની સીક્વલ

28 April, 2026 12:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૨૪માં રિલીઝ થયેલી કુણાલ ખેમુના ડિરેક્શનમાં બનેલી ‘મડગાવ એક્સપ્રેસ’ને રિલીઝ પછી દર્શકો તરફથી સારું ફીડબૅક મળ્યું હતું. આ ફિલ્મમાં દિવ્યેન્દુ, પ્રતીક ગાંધી અને અવિનાશ તિવારી મુખ્ય ભૂમિકામાં હતા.

બનવાની છે મડગાવ એક્સપ્રેસની સીક્વલ

૨૦૨૪માં રિલીઝ થયેલી કુણાલ ખેમુના ડિરેક્શનમાં બનેલી ‘મડગાવ એક્સપ્રેસ’ને રિલીઝ પછી દર્શકો તરફથી સારું ફીડબૅક મળ્યું હતું. આ ફિલ્મમાં દિવ્યેન્દુ, પ્રતીક ગાંધી અને અવિનાશ તિવારી મુખ્ય ભૂમિકામાં હતા. હવે ખબર પડી છે કે ‘મડગાવ એક્સપ્રેસ’ની સીક્વલ બની રહી છે અને દિવ્યેન્દુએ આ વાતની પુષ્ટિ પણ કરી છે.

દિવ્યેન્દુએ સીક્વલ અંગે અપડેટ આપતાં કહ્યું હતું કે ‘હા, સીક્વલ બની રહી છે. કુણાલ હાલમાં સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો છે. અમે બધા ખૂબ જ ઉત્સાહિત છીએ. ‘મડગાવ એક્સપ્રેસ’ને જે પ્રકારનો પ્રતિસાદ મળ્યો હતો એ ખરેખર ખૂબ ખાસ હતો. મારી દૃષ્ટિએ તેનો એક અલગ જ ચાહક વર્ગ છે અને આ લોકો સીક્વલને લઈને ખરેખર ખૂબ ઉત્સાહિત છે.’

શું છે મડગાંવ એક્સપ્રેસની સ્ટોરી?

‘મડગાંવ એક્સપ્રેસ’માં દિવ્યેન્દુ, પ્રતીક ગાંધી, અવિનાશ તિવારી અને નોરા ફતેહી મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. ફિલ્મની વાર્તા બાળપણના ત્રણ મિત્રોની આસપાસ ફરે છે. તેઓ ગોવાના પ્રવાસે નીકળે છે, પરંતુ અચાનક ડ્રગ્સ સ્મગલિંગની દુનિયામાં ફસાઈ જાય છે. આ ફિલ્મ ઍક્ટર કુણાલ ખેમુની  ડિરેક્ટર તરીકેની પહેલી ફિલ્મ હતી.

Pratik Gandhi kunal khemu divyendu sharma upcoming movie bollywood buzz bollywood news bollywood entertainment news