02 June, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મધુ
મધુ ૫૬ વર્ષની થઈ ગઈ છે, પરંતુ આજે પણ તેની ફિટનેસ અને સુંદરતા જળવાયેલી છે. હાલમાં મધુ એક કાર્યક્રમમાં તેની દીકરી કેયા સાથે પહોંચી હતી અને તેણે દીકરી સાથે રેડ કાર્પેટ પર પોઝ આપ્યો હતો. મધુ અને તેની દીકરીનો વિડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થઈ ગયો. કેટલાક લોકોએ કહ્યું કે મધુની સુંદરતા આજે પણ જળવાયેલી છે.
થોડા સમય પહેલાં મધુની ફિટનેસની પ્રશંસા તેના એક સમયના હીરો અક્ષય કુમારે પણ કરી હતી. અક્ષયે ‘કનપ્પા’ના ટીઝર-લૉન્ચ પર મધુને કહ્યું હતું કે ‘હું આજે મધુને મળીને ખૂબ ખુશ છું. હું તમને ૨૦ વર્ષ બાદ મળી રહ્યો છું, પરંતુ તમે બિલકુલ બદલાયાં નથી. મને એવું લાગે છે જાણે તમે રાતે ફ્રિજમાં જઈને સૂઈ જાઓ છો.’ મધુએ ૧૯૯૯ની ૧૯ ફેબ્રુઆરીએ બિઝનેસમૅન આનંદ શાહ સાથે લગ્ન કર્યાં હતાં અને તેમને બે દીકરીઓ કેયા અને અમેયા છે.