દિવંગત મમ્મીને યાદ કરીને ઇમોશનલ થઈ માધુરી દીક્ષિત

28 June, 2026 04:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માધુરીની મમ્મી સ્નેહલતા દીક્ષિતનો જન્મ ૧૯૩૨ની ૨૭ જૂને થયો હતો અને તેમનું મૃત્યુ ૨૦૨૩ની ૧૨ માર્ચે મુંબઈ સ્થિત નિવાસસ્થાને થયું હતું.

દિવંગત મમ્મીને યાદ કરીને ઇમોશનલ થઈ માધુરી દીક્ષિત

માધુરી દીક્ષિતે પોતાની દિવંગત મમ્મી સ્નેહલતા દીક્ષિતની જન્મજયંતી નિમિત્તે તેમને યાદ કરીને ભાવુક સંદેશ શૅર કર્યો છે. તેણે કહ્યું કે એવો એક પણ દિવસ પસાર નથી થતો જ્યારે તે મમ્મીને યાદ ન કરતી હોય અથવા જીવનની નાની-નાની ક્ષણોમાં તેમની હાજરીનો અહેસાસ ન કરતી હોય. માધુરીની મમ્મી સ્નેહલતા દીક્ષિતનો જન્મ ૧૯૩૨ની ૨૭ જૂને થયો હતો અને તેમનું મૃત્યુ ૨૦૨૩ની ૧૨ માર્ચે મુંબઈ સ્થિત નિવાસસ્થાને થયું હતું. 
માધુરીએ સોશ્યલ મીડિયામાં પોતાની અને મમ્મીની કેટલીક તસવીરોનો સુંદર કોલાજ શૅર કર્યો હતો. તેની સાથે તેણે લખ્યું હતું, ‘હૅપી બર્થ-ડે, આઈ. એવો એક પણ દિવસ પસાર થતો નથી જ્યારે હું તમારા વિશે ન વિચારું અને જીવનની નાની-નાની ક્ષણોમાં તમારી હાજરીનો અહેસાસ ન કરું. તમારો પ્રેમ, હિંમત અને સ્નેહ દરરોજ અમને માર્ગદર્શન આપે છે. તમારી ખૂબ યાદ આવે છે અને આજે પ્રેમભેર તમને યાદ કરી રહી છું.’

madhuri dixit bollywood controversies bollywood buzz bollywood news bollywood bollywood gossips