વિકીની મહાવતાર પરશુરામનું નવું પોસ્ટર લૉન્ચ

21 April, 2026 09:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિપોર્ટ્સ મુજબ આ પ્રોજેક્ટમાં વિકી કૌશલની સામે એક નવા ચહેરાને કાસ્ટ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે

`મહાવતાર પરશુરામ`નું નવું પોસ્ટર

વિકી કૌશલ અને તેની આવનારી ફિલ્મ ‘મહાવતાર પરશુરામ’ના નિર્માતાઓએ પરશુરામ જયંતીએ ફિલ્મનું નવું પોસ્ટર લૉન્ચ કર્યું છે જેમાં ભગવાન પરશુરામનાં સાહસ, ધર્મ અને ન્યાયના સંદેશને દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ફિલ્મના નિર્માતાએ સોશ્યલ મીડિયા પર પોસ્ટર શૅર કરતાં લખ્યું હતું, ‘ધર્મની રક્ષા માટે ક્યારેક આકરા નિર્ણય લેવા પડે છે અને એ જ પરશુરામનો સૌથી મોટો સંદેશ છે.’

રિપોર્ટ્સ મુજબ આ પ્રોજેક્ટમાં વિકી કૌશલની સામે એક નવા ચહેરાને કાસ્ટ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. આ માટે હરનાઝ સંધુનું નામ ચર્ચામાં છે અને નિર્માતાઓ તેની સાથે વાતચીત કરી રહ્યા છે. આ ફિલ્મ આવતા વર્ષે ડિસેમ્બર સુધી રિલીઝ થવાની શક્યતા છે. આ ફિલ્મને મોટા સ્તરે બનાવવામાં આવશે જેમાં નવી ટેક્નૉલૉજી અને ભવ્ય વિઝ્યુઅલ્સનો ઉપયોગ કરવામાં આવશે. 

upcoming movie vicky kaushal entertainment news bollywood bollywood news