માતા વૈષ્ણોદેવીના આશીર્વાદ લેવા સાથે પહોંચી અનન્યા પાંડે અને શનાયા કપૂરની મમ્મીઓ

10 November, 2025 09:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અનન્યા પાંડેની મમ્મી ભાવના પાંડે અને શનાયા કપૂરની મમ્મી મહિપ કપૂર તાજેતરમાં માતા વૈષ્ણોદેવીના આશીર્વાદ લેવા જમ્મુ પહોંચી હતી

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

અનન્યા પાંડેની મમ્મી ભાવના પાંડે અને શનાયા કપૂરની મમ્મી મહિપ કપૂર તાજેતરમાં માતા વૈષ્ણોદેવીના આશીર્વાદ લેવા જમ્મુ પહોંચી હતી. તેમની આ યાત્રામાં બીજા કેટલાક મિત્રો પણ જોડાયા હતા. ભાવના પાંડેએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં તેમની આ યાત્રાની તસવીરો શૅર કરી છે. આ તસવીરો પોસ્ટ કરીને ભાવના પાંડેએ કમેન્ટ કરી છે, ‘વૈષ્ણોદેવી મંદિરની સૌથી અદ્ભુત યાત્રા. જય માતા દી. લવ ઍન્ડ લાઇટ.’

Vaishno Devi Ananya Panday bhavna pandey maheep kapoor Shanaya Kapoor entertainment news bollywood bollywood news