વારાણસીમાં ભગવાન શ્રીરામ તરીકે મહેશ બાબુનો આ લુક છે?

23 February, 2026 11:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક તરફ ફિલ્મનું શૂટિંગ જોરશોરથી ચાલી રહ્યું છે તો બીજી તરફ સોશ્યલ મીડિયા પર ફિલ્મનું એક પોસ્ટર ચર્ચામાં છે

સોશ્યલ મીડિયા પર કેટલાક લોકોએ મહેશ બાબુની તુલના ‘રામાયણ’ના રણબીર કપૂરના લુક સાથે કરી

ફિલ્મમેકર એસ. એસ. રાજામૌલીની ‘વારાણસી’ આગામી વર્ષે રિલીઝ થવાની છે, પરંતુ ફિલ્મને લઈને ચાહકોમાં અત્યારથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એક તરફ ફિલ્મનું શૂટિંગ જોરશોરથી ચાલી રહ્યું છે તો બીજી તરફ સોશ્યલ મીડિયા પર ફિલ્મનું એક પોસ્ટર ચર્ચામાં છે. આ પોસ્ટરમાં ફિલ્મના લીડ ઍક્ટર મહેશ બાબુને ‘ભગવાન શ્રીરામ’ના રૂપમાં દર્શાવવામાં આવ્યો છે. આ પોસ્ટ સાથે લખાયું હતું કે આ લુક ગુંટુર થિયેટરના ડિજિટલ થિયેટર હોર્ડિંગ પર જોવા મળ્યો હતો જે ફિલ્મની ભવ્યતા અને મહાકાવ્યાત્મક કથાની ઝલક આપે છે.

આ પોસ્ટર સામે આવ્યા બાદ સોશ્યલ મીડિયા પર કેટલાક લોકોએ તેની તુલના ‘રામાયણ’ના રણબીર કપૂરના લુક સાથે કરી. જોકે ઘણા યુઝર્સે આ તસવીરને ફેક ગણાવી અને દાવો કર્યો કે આ ઇમેજ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ દ્વારા બનાવવામાં આવી હોઈ શકે છે. હજી સુધી ફિલ્મમેકર્સ તરફથી આ પોસ્ટરની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

varanasi mahesh babu upcoming movie ss rajamouli entertainment news bollywood bollywood news