30 October, 2025 10:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘કલ્કિ 2898 AD’માં દીપિકા પાદુકોણનો પર્ફોર્મન્સ તેના ફૅન્સને પસંદ પડ્યો હતો
નાગ અશ્વિને ડિરેક્ટ કરેલી ‘કલ્કિ 2898 AD’માં દીપિકા પાદુકોણનો પર્ફોર્મન્સ તેના ફૅન્સને પસંદ પડ્યો હતો. હવે આ ફિલ્મનો બીજો ભાગ બની રહ્યો છે, પણ આ ફિલ્મ બનતાં પહેલાં વિવાદમાં આવી ગઈ છે. રિપોર્ટ છે કે આ ફિલ્મની સીક્વલનું પ્લાનિંગ ચાલી રહ્યું હતું ત્યારે દીપિકાએ આ ફિલ્મમાં કામ કરવા માટે ૨૫ ટકા જેટલો ફીવધારો માગ્યો હતો અને આઠ કલાકની શિફ્ટની ડિમાન્ડ કરી હતી. દીપિકાની આ ડિમાન્ડને કારણે તેને સીક્વલમાંથી પડતી મૂકવામાં આવી હતી.
આ તમામ ઘટનાક્રમ પછી ‘કલ્કિ 2898 AD’ના મેકર્સે દીપિકાને ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી, પણ હવે તેમણે દીપિકા સાથે બદલો લીધો છે. રિપોર્ટ છે કે OTT પ્લૅટફૉર્મ પર રિલીઝ થયેલી ‘કલ્કિ 2898 AD’ના એન્ડ-ક્રેડિટ્સમાંથી દીપિકા પાદુકોણનું નામ હટાવી દેવામાં આવ્યું છે. દીપિકાના ફૅન્સને આ વાતની જાણ થતાં તેઓ બહુ અપસેટ થયા છે.