મલાઇકા અરોરાના દીકરાને લગ્ન અને બાળકો કેમ નથી કરવાં?

04 May, 2026 01:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અરહાન ખાનના આ નિર્ણય માટે જવાબદાર છે વધતું પ્રદૂષણ

મલાઇકા અરોરાનો દીકરો અરહાન ૨૩ વર્ષનો થઈ ગયો છે

સલમાન ખાનના નાના ભાઈ અરબાઝ ખાન અને તેની પહેલી પત્ની મલાઇકા અરોરાનો દીકરો અરહાન ૨૩ વર્ષનો થઈ ગયો છે અને તે લગ્નની બાબતમાં કાકા સલમાનના પગલે ચાલવા માગે છે. દીકરા અરહાન સાથે જોડાયેલી એક વાત શૅર કરતાં મલાઇકા કહે છે, ‘અરહાને કહ્યું કે તે લગ્ન કરવા માગતો નથી અને તેનું બાળકોનું પણ કોઈ પ્લાનિંગ નથી. મારા દીકરાએ મને મજાકમાં કહ્યું કે તમે ગ્રૅન્ડચિલ્ડ્રનની આશા છોડી જ દો. આજની પેઢી સંબંધોને અલગ દૃષ્ટિકોણથી જુએ છે. અરહાન ઘણી વાર એવી વાતો બોલે છે જે મને વિચારવા મજબૂર કરે છે.’

દીકરાના આ નિર્ણય પાછળનું કારણ જણાવતાં મલાઇકા કહે છે, ‘મેં જ્યારે અરહાનને આ નિર્ણયનું કારણ પૂછ્યું તો તેણે વધતા પ્રદૂષણ અને ખરાબ વાતાવરણનો ઉલ્લેખ કર્યો. તેણે કહ્યું કે ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ ૫૦૦-૧૦૦૦ સુધી પહોંચી રહ્યો છે ત્યારે આવા વાતાવરણમાં બાળકોને દુનિયામાં લાવવાનું યોગ્ય નથી લાગતું. મારા દીકરાની વિચારસરણી મારાથી અલગ છે. મેં તેને સમજાવ્યું કે જીવનના દરેક તબક્કાનો અલગ અનુભવ હોય છે અને પરિવાર બનાવવો પણ એનો એક ભાગ છે. આના જવાબમાં તેણે કહ્યું કે સંબંધો બદલાતા રહે છે અને જીવનમાં કંઈ પણ કાયમી નથી હોતું એટલે માણસે પરિસ્થિતિઓ અનુસાર પોતાની જાતને ઢાળવી પડે છે.’

malaika arora relationships entertainment news bollywood bollywood news bollywood buzz bollywood gossips