30 August, 2026 01:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પુણેમાં ૧.૩૭ કરોડ રૂપિયામાં ખરીદી મનોજ બાજપેયીએ ૪.૪૫ એકર ખેતીની જમીન
મનોજ બાજપેયીએ રક્ષાબંધન પહેલાં પુણેમાં ૧.૩૭ કરોડ રૂપિયામાં ૪.૪૫ એકર ખેતીની જમીન ખરીદી હોવાના રિપોર્ટ છે.
પ્રૉપર્ટી-રજિસ્ટ્રેશનના દસ્તાવેજો અનુસાર આ જમીન પુણેના લોનાવલાની નજીક આવેલા મુળશી તાલુકાના તેલબેલ ગામમાં આવેલી છે. મનોજે ૨૫ ઑગસ્ટે એનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ દસ્તાવેજોમાં એની કિંમત ૧,૩૭,૩૧,૦૦૦ રૂપિયા જણાવવામાં આવી છે.