Manoj Kumar Death: બૉલીવુડ જગત શોકમાં! એક્ટર-નિર્દેશક મનોજ કુમારનું નિધન

05 April, 2025 06:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Manoj Kumar Death: આજે સવારે જ તેઓએ મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનના સમાચાર બાદ ન માત્ર બૉલીવુડ જગત શોકમાં છે.

મનોજ કુમારની ફાઇલ તસવીર

Manoj Kumar Death: બોલિવૂડ જગતમાંથી આજે દુઃખદ સમાચાર મળી રહ્યા છે. દિગ્ગજ અભિનેતા અને ફિલ્મ નિર્દેશક મનોજ કુમારનું નિધન થયું છે. મનોજ કુમારે 87 વર્ષની ઉંમરે આ દુનિયામાંથી વિદાય લીધી છે. આ દિગ્ગજ અભિનેતાના નિધન આખી બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ગમગીની છવાઈ છે.

આજે સવારે મનોજ કુમારે અંતિમ શ્વાસ લીધા હતા. ખાસ કરીને દેશભક્તિ ફિલ્મો માટે જાણીતા મનોજ કુમારે આ દુનિયાને અલવિદા કરી છે. ખાસ તો તેઓ પોતાની દેશભક્તિ આધારિત ફિલ્મો માટે `ભારત કુમાર` તરીકે પણ લોકપ્રિય બન્યા હતા. 

આજે સવારે જ તેઓએ મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનના સમાચાર બાદ ન માત્ર બૉલીવુડ જગત પરંતુ આખો દેશ શોકમાં છે. 

તમને જણાવી દઈએ કે મનોજ કુમાર (Manoj Kumar Death)નો જન્મ 24 જુલાઈ, 1937ના રોજ થયો હતો. તેઓનું સાચું નામ છે હરિકૃષ્ણગિરી ગોસ્વામી. પરંતુ તેઓ ખાસ કરીને મનોજ કુમાર તરીકે જ પ્રસિદ્ધિ પામ્યા હતા. મનોજ કુમાર તેમની દેશભક્તિ ફિલ્મો માટે જાણીતા હતા. 

મનોજ કુમાર તેમની અત્યંત જબરદસ્ત એવી અભિનય કુશળતા માટે જાણીતા હતા. તેમણે  ફિલ્મોમાં અભિનય તો કર્યો જ હતો પણ તેઓએ એકથી એક ચડિયાતી ફિલમોનું નિર્દેશન પણ કર્યું હતું. 

`શહીદ`, `ઉપકાર`, `પૂરબ ઔર પશ્ચિમ`, `રોટી કપડા ઔર મકાન`, `દસ નંબરી`,  અને `ક્રાંતિ` એ તેમની કેટલીક જાણીતી ફિલ્મો છે. ભારતીય સિનેમામાં તેમના યોગદાન માટે તેઓને 1992માં પદ્મશ્રી અને 2015માં દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

તેમની (Manoj Kumar Death) મુખ્ય ભૂમિકા રાજ ખોસલાની 1964ની રહસ્યમય રોમાંચક ફિલ્મ ‘વો કૌન થી’માં આવી હતી. તે સુપરહિટ સાબિત થઈ હતી. આ જ ફિલ્મનાં `લગ જા ગલે` અને `નૈના બરસે રિમઝિમ` જેવાં ગીતો જેને લતા મંગેશકરે અવાજ આપ્યો હતો, તેને લોકોએ ખૂબ પસંદ કર્યાં હતાં.

મનોજ કુમારે (Manoj Kumar Death) સહારા (1958) ચાંદ (1959) અને હનીમૂન (1960) જેવી ફિલ્મોમાં જબરદસ્ત અભિનય કર્યો અને પછી તેમણે ‘કાચ કી ગુડિયા` (1961)માં પ્રથમ વખત મુખ્ય ભૂમિકામાં અદા કરવાની તક મળી હતી. તે પછી ‘પિયા મિલન કી આસ’ (1961), ‘સુહાગ સિંદૂર’ (1961) અને ‘રેશ્મી રૂમાલ’ (1961) વગેરે ફિલ્મોએ પણ ધૂમ મચાવી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક્સ પર આ દિગ્ગજ અભિનેતા (Manoj Kumar Death)ને શ્રદ્ધાંજલિ આપતાં લખ્યું કે, "દિગ્ગજ અભિનેતા અને ફિલ્મ નિર્માતા શ્રી મનોજ કુમારજીના નિધનથી ખૂબ જ દુઃખી છું. તેઓ ભારતીય સિનેમાના પ્રતીક હતા, જેમને ખાસ કરીને તેમના દેશભક્તિના ઉત્સાહ માટે યાદ કરવામાં આવતા હતા. જે તેમની ફિલ્મોમાં પણ પ્રતિબિંબિત થાય છે. મનોજજીનાં કાર્યોએ રાષ્ટ્રીય ગૌરવની ભાવનાને પ્રજ્વલિત કરી જે અનેક પેઢીઓને પ્રેરણા આપશે. દુઃખની આ ઘડીમાં મારી સંવેદનાઓ તેમના પરિવાર અને પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ ".

ક્યારે થશે અંતિમ સંસ્કાર?

પ્રાપ્ત માહિતી અનુસાર તેમના પાર્થિવ દેહને આજે બપોર બાદ જુહુમાં વિશાલ ટાવર ખાતે મૂકવામાં આવશે. જ્યાં તેમના પાર્થિવ દેહના દર્શન કરી શકાશે. આવતીકાલે સવારે જુહુમાં પવનહંસ સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

bollywood buzz bollywood news bollywood entertainment news manoj kumar narendra modi celebrity death kokilaben dhirubhai ambani hospital