Mardaani 3: રણબીર કપૂર કહે છે રાની મુખર્જીએ પડદા પર સ્ત્રીઓને રજૂ કરવાની રીત જ બદલી નાખી

27 January, 2026 11:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mardaani 3 સાથે પોતાની પ્રિય અભિનેત્રી રાની મુખર્જીની સિનેમાની ૩૦ વર્ષની સફળ સફર માટે ભારતીય ફિલ્મ ઉદ્યોગને એકજુથ થયેલો જોઈને રણબીર કપૂર અત્યંત ખુશીની લાગણી અનુભવી રહ્યો છે. કહે છે, રાણી મારી પહેલી ફિલ્મ સાંવરિયામાં કૉ-સ્ટાર રહી હતી.

રાની મુખર્જી અને રણબીર કપૂર

`મર્દાની 3` (Mardaani 3) સાથે પોતાની પ્રિય અભિનેત્રી રાની મુખર્જીની સિનેમાની ૩૦ વર્ષની સફળ સફર માટે ભારતીય ફિલ્મ ઉદ્યોગને એકજુથ થયેલો જોઈને રણબીર કપૂર અત્યંત ખુશીની લાગણી અનુભવી રહ્યો છે. 

રાની મુખર્જી રણબીરની પ્રથમ ફિલ્મ સાંવરિયામાં સહ-કલાકાર હતી અને તેમની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં જ્યારે તેમને સૌથી વધુ સમર્થનની જરૂર હતી ત્યારે તેમની સાથે ઊભી રહી હતી. એટલા માટે જ ઍક્ટર રણબીર (Mardaani 3) દરેક ફિલ્મમાં, દરેક પરફોર્મન્સમાં રાનીની જીત માટે હ્રદયથી ખૂબ જ ઉત્સુક હોય છે. 

રણબીર કપૂરે કહ્યું- રાનીની ભૂમિકાઓની પસંદગીએ પડદા પર સ્ત્રીઓને દર્શાવવાની રીત જ બદલી નાખી છે

આ મુદ્દે પોતાનો આનંદ વ્યક્ત કરતાં રણબીર કહે છે કે, "રાણી મારી પહેલી ફિલ્મ સાંવરિયામાં કૉ-સ્ટાર રહી હતી. અને તે પહેલી વ્યક્તિ હતી જેણે મને કહ્યું હતું કે જો હું સખત મહેનત કરીશ તો હું લાંબી મજલ કાપી શકીશ. હું તેમના એ પ્રેરણાદાયી શબ્દોને ક્યારેય ભૂલીશ નહીં કારણ કે જ્યારે મને તેની સૌથી વધુ જરૂર હતી ત્યારે તેણે મને આ આત્મવિશ્વાસ આપ્યો હતો.  મેં તેમને એક માણસ તરીકે ખૂબ નજીકથી જોયાં છે અને તેમના કામને પણ ખૂબ નજીકથી માણ્યા  છે અને હંમેશા તેમની ગરિમા, આકર્ષણ અને પ્રતિભાથી અભિભૂત થયો છું" તે આગળ કહે છે કે, "તેમની પાસે ૩૦ વર્ષની આયકૉનિક વિરાસત (Mardaani 3) છે. તેની જ ઉજવણી કરવા માટે સમગ્ર ઉદ્યોગને એકજુથ થતો જોવો એ મારા માટે ખરેખર આશ્ચર્યજનક છે. મને હંમેશાં લાગ્યું છે કે રાની એક એવી એક્ટ્રેસ છે જે ક્યારેય ભૂંસાશે નહીં. ભારતની અત્યાર સુધીની સૌથી મહાન અભિનેત્રીઓમાંની એક એટલે રાની મુખર્જી.  તેમણે પોતાના કાર્ય દ્વારા સિનેમા જગતને નવી દિશા આપી છે. તેણીના પ્રોજેક્ટ્સ અને ભૂમિકાઓની પસંદગીએ આજે પડદા પર સ્ત્રીઓને દર્શાવવાની રીત જ બદલી નાખી છે"

શેની શેની માટે આભાર માન્યો રાનીનો

રણબીર તો ત્યાં સુધી કહે છે કે રાની ફક્ત પોતાના સિનેમા (Mardaani 3) દ્વારા સમાજમાં ખુશીઓ પ્રસરાવવા માંગે છે. "આભાર રાની. ફિલ્મો માટે, યાદો માટે, તે નોસ્ટાલ્જિયા માટે અને તે અદભૂત પરફોર્મન્સ માટે." તે કહે છે કે, "રાની એક મનોરંજક વ્યક્તિ છે જેણે પોતાનું આખું જીવન લોકોને ખુશ કરવા માટે સમર્પિત કર્યું છે.તેની ફિલ્મોએ મને કેટલો પ્રભાવિત કર્યો છે તે શબ્દોમાં વર્ણવવું મુશ્કેલ છે."

રાની મુખર્જીની `મર્દાની 3`એ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે અને હાલમાં તે સૌથી વધુ ચર્ચિત ફિલ્મ બની છે. મહિલાઓ સામેના ગુનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતી મર્દાની ફ્રેંચાયઝી પોતાના દરેક ભાગમાં સખત અને જરૂરી એવા સામાજિક મુદ્દાને ઉઠાવે છે. આ વખતે `મર્દાની 3` દેશભરમાં ઓછી આવક જૂથમાંથી આવતા નિર્દોષ ૮-૯ વર્ષની છોકરીઓના અપહરણના ગંભીર મુદ્દાને પ્રકાશિત કરશે. જેની પાછળ એક ખૂબ જ ડરામણું સત્ય છુપાયેલું છે.

અભિરાજ મીનાવાલા દ્વારા નિર્દેશિત અને આદિત્ય ચોપરા દ્વારા નિર્મિત `મર્દાની 3` (Mardaani 3) એ સામાજિક રીતે સુસંગત સિનેમાની આ ફ્રેન્ચાઇઝીની પરંપરાને આગળ ધપાવે છે. સૌ પ્રથમ `મર્દાની` દ્વારા માનવ તસ્કરીના ભયાનક સત્યોને બહાર લાવવામાં આવ્યા અને ત્યાર પછી `મર્દાની 2`એ વ્યવસ્થાને પડકારતી શ્રેણીબદ્ધ બળાત્કારીની વિકૃત માનસિકતાનો પર્દાફાશ કર્યો. હવે `મર્દાની 3` એ સમાજના અન્ય એક અંધકારમય અને ક્રૂર સત્ય સામે પ્રકાશ ફેલાવે છે, જે આ ફ્રેન્ચાઇઝીના વારસાને ન્યાયસંગત રીતે આગળ ધપાવે છે.

ranbir kapoor rani mukerji bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news upcoming movie mardaani