મીના કુમારી અને કમાલ અમરોહીની સ્ટોરી પરથી બનનારી ફિલ્મ અધ્ધરતાલ

20 August, 2026 04:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૯૫૦થી ૧૯૭૦ના સમયગાળા પર આધારિત આ પિરિયડ ફિલ્મનું બજેટ ૫૦થી ૬૦ કરોડ રૂપિયાથી વધુ છે. આ સંજોગોમાં યોગ્ય કાસ્ટિંગ થયું ન હોવાના કારણે ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ શક્યું નથી.

મીના કુમારી અને કમાલ અમરોહીની સ્ટોરી પરથી બનનારી ફિલ્મ અધ્ધરતાલ

મીના કુમારી અને કમાલ અમરોહીની પ્રેમકથા પર બનનારી ફિલ્મ ‘કમાલ ઔર મીના’ની જાહેરાત ૨૦૨૪માં કરવામાં આવી હતી, પણ લગભગ બે વર્ષ બાદ પણ ફિલ્મનું કામ શરૂ થઈ શક્યું નથી. આ ફિલ્મના નિર્માતા સિદ્ધાર્થ પી. મલ્હોત્રા છે અને તેણે ખુલાસો કર્યો છે કે મીના કુમારીની બાયોપિક પહેલાં તે પરિણીતિ ચોપડા અભિનીત વેબ-સિરીઝ ‘શક’ પર ફોકસ કરી રહ્યો છે. 
સિદ્ધાર્થે ‘કમાલ ઔર મીના’ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે તેને ફિલ્મની સ્ટોરીને અનુરૂપ મોટા કલાકારો મળી શક્યા ન હોવાથી એનું શૂટિંગ શરૂ કરી શકાયું નથી. આ ફિલ્મ મીના કુમારી અને કમાલ અમરોહીના લગભગ ૨૦ વર્ષના સંબંધ તથા આ સંબંધમાં આવેલા ઉતાર-ચડાવને પડદા પર રજૂ કરશે. ૧૯૫૦થી ૧૯૭૦ના સમયગાળા પર આધારિત આ પિરિયડ ફિલ્મનું બજેટ ૫૦થી ૬૦ કરોડ રૂપિયાથી વધુ છે. આ સંજોગોમાં યોગ્ય કાસ્ટિંગ થયું ન હોવાના કારણે ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ શક્યું નથી.

meena kumari bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news