30 August, 2026 11:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દાયરાનો કરીના કપૂરનો DCP અજૂની કોહલીનો લુક લૉન્ચ
મેઘના ગુલઝારે ડિરેક્ટ કરેલી ક્રાઇમ થ્રિલર ફિલ્મ ‘દાયરા’ના નિર્માતાઓએ કરીના કપૂર અને પૃથ્વીરાજ સુકુમારનનાં નવાં સોલો પોસ્ટર રિલીઝ કર્યાં છે. આ ફિલ્મ આગામી મહિને ૧૮ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં કરીના DCP અજૂની કોહલી અને પૃથ્વીરાજ સુકુમારન DCP રમણ કુમારની ભૂમિકામાં એકદમ અલગ અંદાજમાં જોવા મળ્યાં છે. આ પોસ્ટરમાં કરીનાની ઇન્ટેન્સ નજરો તેના લુક પર એકદમ પર્ફેક્ટ લાગી રહી છે. તેનો લુક જાણે નો-નૉનસેન્સ ઍટિટ્યુડનો સંકેત આપી રહ્યો છે. આ સ્ક્રિપ્ટની ગંભીરતા અને વાર્તાના પ્રવાહને જાળવી રાખવા માટે મેઘના ગુલઝારે આ ફિલ્મમાં એક પણ ગીત ન રાખવાનો નિર્ણય કર્યો છે.