ભૂમિ પેડણેકરે રાજકારણમાં પ્રવેશ કરવાની બતાવી તૈયારી

03 June, 2026 10:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભૂમિ પેડણેકરે તાજેતરમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે જો તેને તક મળશે તો તે ચોક્કસપણે રાજકારણમાં પ્રવેશ કરશે

ભૂમિ પેડણેકર

ભૂમિ પેડણેકરે તાજેતરમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે જો તેને તક મળશે તો તે ચોક્કસપણે રાજકારણમાં પ્રવેશ કરશે.

રાજકારણમાં પ્રવેશ કરીને કામ કરવાની પોતાની ઇચ્છા વિશે વાત કરતાં ભૂમિએ કહ્યું હતું કે ‘જુઓ, મારા લોહીમાં મારા દેશની સેવા છે. આના કારણે જો મને સેવા કરવાની તક જે પણ સ્વરૂપમાં મળશે એને હું ઝડપી લઈશ. હું હાલમાં મારી વાર્તાઓ દ્વારા જે કરવાનો પ્રયાસ કરી રહી છું એ પણ એ જ દિશામાં છે. જો ભવિષ્યમાં મને વધુ ઊંડાણપૂર્વક આ કાર્ય કરવાની તક મળશે તો હું એના માટે તૈયાર છું. મારી વિચારધારા હંમેશાં ખૂબ સરળ રહી છે. હું મારા દેશની શક્ય એટલી વધુ સેવા કરવા માગું છું. સ્ક્રીનની બહાર હું જે કામ કરું છું એ પણ આ જ માન્યતા પર આધારિત છે. હું એવી જ વ્યક્તિ છું. આ કાર્ય કોઈ પણ સ્વરૂપ ધારણ કરે, પરંતુ મારો આશય હંમેશાં એક જ રહે છે.’

bhumi pednekar indian politics bollywood events entertainment news bollywood bollywood news